રિતિકા, અનુષ્કા એક જ તસવીરમાં જોવા મળી; ચાહકોએ આપી પ્રતિક્રિયા

રિતિકા અને અનુષ્કા વચ્ચે અણબનાવના સમાચાર ઘણા જૂના છે

લંડન,તા.૮
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ જોવા લંડનમાં છે. અનુષ્કા શર્મા ઉપરાંત રોહિત શર્માની પત્ની રિતિકા સજદૃેહ પણ સ્ટેન્ડમાં જોવા મળી હતી. આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની પત્નીઓ ઘણીવાર સ્ટેડિયમમાં મેચ જોવા માટે જોવા મળી છે. આઈપીએલની મોટાભાગની મેચોમાં અનુષ્કા શર્મા આરસીબીને સપોર્ટ કરવા માટે આવી હતી જ્યારે રિતિકા સજદૃેહ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવા માટે આવી હતી. હવે આ બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ દૃરમિયાન સાથે જોવા મળે છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એવું ભાગ્યે જ બન્યું છે કે અનુષ્કા શર્મા અને રિતિકા એક જ તસવીરમાં જોવા મળી હોય. પરંતુ ફાઈનલ મેચ જોતી વખતે બંને ખૂબ જ નજીક દૃેખાતા હતા. મેચ દૃરમિયાનની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ અંગે ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહૃાા છે.
રિતિકા અને અનુષ્કા વચ્ચે અણબનાવના સમાચાર ઘણા જૂના છે. ખરેખર, વર્ષ ૨૦૧૯ થી, રોહિતે કોહલી અને અનુષ્કાને ઇન્સ્ટા પર અનફોલો કરી દૃીધા હતા. આ પછી, અફવાઓ સપાટી પર આવવા લાગી કે બંને વચ્ચે બધું બરાબર નથી. તત્કાલીન ભારતીય કોચ રવિ શાસ્ત્રીને પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે સવાલો પૂછવામાં આવ્યા હતા, જેને તેમણે નજરઅંદૃાજ કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ