સિડની, તા.૮
ડબલ્યુટીસીની ફાઈનલ ટેસ્ટ મેચના પ્રથમ દિૃવસે ઓસ્ટ્રેલિયાએ ભારતને બેકફૂટ પર ધકેલી દૃીધું હતું. પ્રથમ દિૃવસની રમત સમાપ્ત થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૩ વિકેટ ગુમાવી ૩૨૭ રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડ ૧૪૬ રન અને સ્ટીવ સ્મિથ ૯૫ રન પર રમી રહૃાા હતા. બંને વચ્ચે અત્યાર સુધીમાં ૨૫૧ રનની અણનમ ભાગીદૃારી થઈ છે. ટ્રેવિસ હેડની ટેસ્ટમાં આ છઠ્ઠી સદૃી છે.
તેણે પોતાની ઇિંનગ્સ દૃરમિયાન એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટ્રેવિસ હેડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ઈતિહાસમાં સદૃી ફટકારનાર વિશ્ર્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ટ્રેવિસ હેડની સદૃી સાથે ૪૮ વર્ષ બાદૃ આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ બેટ્સમેને આઈસીસીફાઇનલમાં પાંચમા નંબર પર સદૃી ફટકારી હોય. આ પહેલા વર્ષ ૧૯૭૫ના વર્લ્ડ કપમાં આ પ્રકારનું કારનામું થયું હતું. તે વર્લ્ડ કપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોયડે પાંચમાં નંબર પર સદૃી ફટકારી હતી.