બ્રિજભૂષણના WFI પર દૃાયકાથી વધુના શાસનનો હવે અંત આવશે

બ્રીજ ભૂષણના પરિવારમાંથી કોઈને પણ ડબલ્યુએફઆઈની આગામી ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં

નવી દિૃલ્હી, તા.૮
ગઈ કાલે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને કેન્દ્રિય ખેલકૂદૃ પ્રધાન અનુરાગ ઠાકુર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક છ કલાક ચાલી હતી. જેમાં ભારતીય કુસ્તી ફેડરેશનમાં બદૃલાવ અંગે ચર્ચા થઇ હતી. સુત્રોએ જણાવ્યું છે કે હવે બ્રીજ ભૂષણ િંસહ અને તેના સહયોગીઓ ફેડરેશનની આગામી ચૂંટણી નહિ લડી શકે.
મહિલા ખેલાડીઓના જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપના સાંસદૃ બ્રિજ ભૂષણશરણ િંસહ એક દૃાયકાથી વધુ સમયથી ડબલ્યુએફઆઈના પ્રમુખ પદૃ પર છે આ ઉપરાંત તેના પરિવારના સભ્યો અને નજીકના સહયોગીઓ પણ ફેડરેશનના મહત્વના પદૃ પર છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે રેસલર્સને ખાતરી આપી હતી કે બ્રીજ ભૂષણના પરિવારમાંથી કોઈને પણ ડબલ્યુએફઆઈની આગામી ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહત્ત્વની વાત એ છે કે, પ્રમુખ, મહાસચિવ અને ટ્રેઝરરના મુખ્ય હોદ્દા પર કોને બેસાડવામાં આવે તે નક્કી કરવામાં વિરોધ કરનારા ત્રણ કુસ્તીબાજો  બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટના અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવશે.
નોંધનીય છે કે નેશનલ સ્પોર્ટ્સ કોડ અનુસાર ડબલ્યુએફઆઈના પ્રમુખ તરીકે ૧૨ વર્ષ પૂર્ણ કર્યા બાદૃ બ્રીજ ભૂષણ િંસહ એમ પણ ફેડરેશનની ચૂંટણી શકે એમ નથી. બુધવારની મીિંટગ પછી, હવે બ્રીજ ભૂષણ િંસઘના પરિવારના સભ્યો અથવા નજીકના સહયોગીઓ માટે પણ ફેડરેશનના દૃરવાજા બંધ થઇ ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ