એશિયા કપ સુપર-૪ની પાકિસ્તાન સામેની મેચમાં

ભારતનો ઐતિહાસિક વિજય: પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું કોહલી-રાહુલે સદી ફટકારી, કુલદીપે 5 વિકેટ ઝડપી

ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમે વન ડે એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને 228 રનથી હરાવ્યું હતું.
આ પહેલા આ રેકોર્ડ 140 રનનો હતો જે ભારતે 2008માં મીરપુર મેદાનમાં બનાવ્યો હતો. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં બે વિકેટે 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128 રન જ બનાવી શકી હતી. ટીમના બે બેટર્સ ઈજાના કારણે રમ્યા ન હતા. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુરને 1-1 વિકેટ મળી હતી.


એશિયાકપ સુપર ૪ની રમાયેલી મહત્વની ભારતે અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારત્ો વિરાટ કોહલી અન્ો કેએલ રાહુલની શાનદૃાર બ્ોટીંગની મદૃદૃથી બ્ો વિકેટે ૩૫૬ રન બનાવ્યા હતા.
ગઈકાલે વરસાદૃના વિઘ્નના કારણે મેચ પડતી મુકાઈ હતી ત્યારે ભારતના ૨ વિકેટે ૧૪૭ રન થયા હતા. ત્યારબાદૃ આજે રિઝર્વ ડે દૃરમિયાન ફરીથી મેચ રમાઈ હતી. અણનમ બેટર વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ મેદૃાનમાં ઉતર્યા હતા.
આ બન્ને બેટરોએ પાકિસ્તાનના બોલરોની ધુલાઈ કરી હતી. બન્નેએ ઝમકદૃાર બેટીંગ કરી ભારતને સધ્ધર સ્થિતિમાં મુકી દૃીધું હતું. વિરાટ કોહલી (૧૨૨)અને કે. એલ. રાહુલ (૧૧૧) આજે આક્રમક મુડમાં જોવા મળ્યા હતા.
બન્નેએ મેદૃાનની ચોતરફ ફટકાબાજી કરી હતી. તેમજ ઝમકદૃાર સદૃી ફટકારી હતી. શરૂઆતમાં ધીરજપૂર્વક બેટીંગ કરી રહેલા વિરાટ કોહલી એ ઈનીંગ્ઝની અંતિમ ઓવરમાં શાનદૃાર બેટીંગ કરી હતી. પ્રથમ કે. એલ. રાહુલે સદૃી ફટકારી હતી ત્યારબાદૃ વિરાટ કોહલીએ સદૃી ફટકારી હતી.
ટીમના આધારભૂત ગણાતા રાહુલ અને કોહલીએ તેની વિકેટો ગુમાવ્યા વગર ટીમનો જુમલો ૫૦ ઓવરના અંતે ૩૫૬ રન ઉપર પહોંચાડ્યો હતો.
વિરાટ કોહલીએ ૯૪ બોલમાં ૩ સેક્ટર અને ૯ ચોક્કાની મદૃદૃથી અણનમ ૧૨૨ રન બનાવ્યા હતા જ્યારે કે. એલ. રાહુલે ૧૦૬ બોલમાં ૨ સીક્સર અને ૧૨ ચોક્કાની મદૃદૃથી અણનમ ૧૧૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાન બોલરોની બન્નેએ ધુલાઈ કરી હતી પાકિસ્તાને વધારાના ૯ રન આપ્યા હતા.
ગઈકાલે શાહીન શાહ અફ્રીદૃીએ ૭૯ રનમાં ૧ અને શાહદૃાન ખાને ૭૧ રનમાં ૧ વિકેટ મેળવી હતી.

રિલેટેડ ન્યૂઝ