બાંગ્લાદેશ સામે 11 વર્ષે ભારતની હાર ઔપચારીક મેચમાં શુભમન ગીલની સદી: રવિવારે લંકા-ભારત વચ્ચે ફાઈનલ

એશિયાકપની છેલ્લી સુપર-4 મેચ બાંગલાદેશ અને ભારત વચ્ચે રમાઈ હતી જેમાં બાંગ્લાદેશનો 11 વર્ષ પછી એશિયાકપમાં જીત થઈ હતી. બાંગ્લાદેશે ભારતીય ટીમને ઓલઆઉટ કરીને 6 રને હાર આપી પરંતુ આ મેચ માત્ર ઔપચારીક જ હતી. ભારતે આવતી કાલે શ્રીલંકા સામે ફાઈનલ મેચ રમવાની છે. બાંગ્લાદેશે 8 વિકેટના ભોગે 266 રનનો ટાર્ગેટ ભારતને આપ્યો હતો.
જેમાં સકીબ અલ હસને 85 દડામાં 80 રન, તોહીદ રદયે 81 દડામાં 54 રન, નાસુમ અહેમદે 45 દડામાં 44 રન કર્યા હતા. જે મુખ્ય હતા.
ભારતની ટીમ 266 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ 49.5 ઓવરમાં 259 રન કરી ઓલઆઉટ થઈ હતી. જેમાં સુભમન ગીલના સાનદાર 121 રન, અક્ષર પટેલના 42 રન, સુર્યકુમાર યાદવના 26 રન મુખ્ય હતા.

રિલેટેડ ન્યૂઝ