ભારત ૮મી વખત એશિયાકપ ચેમ્પિયન કોલંબો ખાતે ફાઇનલમાં શ્રીલંકાને ૧૦ વિકેટે હરાવી

એશિયા વન-ડે ક્રિકેટ કપ-૨૦૨૩ની શ્રીલંકામાં કોલંબો ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાને ૧૦ વિકેટથી હરાવીને ભારત આઠમીવાર એશિયાકપ ચેમ્પિયન બન્યું છે. ટોસ જીતીને પ્રથમ બેિંટગમાં આવેલી શ્રીલંકાની ટીમ સામે ભારતીય પેસ બોલર મોહમ્મદૃ સિરાજે તેની અત્યાર સુધીની કારકિર્દૃીનું શ્રેષ્ઠ પ્રદૃર્શન કરીને સાત ઓવરમાં ૨૧ રન આપી ૬ વિકેટ લઈને શ્રીલંકાની બેિંટગ લાઈનઅપની કમર તોડી નાંખી હતી. ૧૫ ઓવર અને બે બોલમાં માત્ર ૫૦ રનમાં શ્રીલંકાની ટીમ ઓલઆઉટ થઈ ગયા બાદૃ ભારતે માત્ર ૩૭ બોલમાં વિના વિકેટે જીત મેળવી એશિયાકપ કબ્જે કરી લીધો હતો. તસ્વીરોમાં ડાબેથી ભારતીય પેસ બોલર મોહમ્મદૃ સિરાજ એક જ ઓવરમાં ચાર વિકેટ લઈને સાથી ખલાડીઓ સાથે આનંદૃ મનાવી રહ્યો છે. પછીની તસ્વીરમાં શ્રીલંકા ઓલઆઉટ થયા બાદૃ ભારતીય ટીમમાંથી બેિંટગમાં આવેલા ઓપનરો ઈશાન કિશન અને શુભમન ગીલ સારી શરૂઆત કરી માત્ર ૬.૧ ઓવરમાં શ્રીલંકાએ જીતવા માટે આપેલા ૫૧ રનના ટાર્ગેટને પુરો કરી ભારતને એશિયાકપ ચેમ્પિયન બનાવી પરસ્પરને બિરદૃાવી રહ્યા છે. અંતિમ તસ્વીરમાં એશિયાકપ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ એશિયાકપ ટ્રોફી એનાયત કરી રહ્યા છે.

ભારતીય પ્ોસ બોલર સિરાજના ઝંઝાવાત સામે શ્રીલંકન ટીમ ૧૫.૧ ઓવરમાં માત્ર રનમાં ઓલઆઉટ: ભારત્ો ૬.૧ ઓવરમાં જ લક્ષ્યાંક પાર પાડી ઐતિહાસિક જીત મેળવી

સિરાજ મેન ઓફ ધી મેચ

એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે એવી સિદ્ધિ નોંધાવી છે કે જેની કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે. રવિવારે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ફાઈનલ ભારતીય ઝડપી બોલર ખાસ કરીને મોહમ્મદૃ સિરાજના નામે રહી હતી. તેણે ૨૧ રન આપીને છ વિકેટ ઝડપી હતી. સિરાજ બાદૃ હાર્દિૃક પંડ્યાએ ત્રણ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી જેના કારણે શ્રીલંકન ટીમ વેરવિખેર થઈ ગઈ હતી. શ્રીલંકા ૫૦ રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદૃ ઈશાન કિશન અને શુભમન ગિલે જોરદૃાર બેિંટગ કરી હતી અને માત્ર ૬.૧ ઓવરમાં જ ૫૧ રનનો ટાર્ગેટ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો હતો. બાકી બોલ અને વિકેટની દ્રષ્ટિએ વન-ડે ક્રિકેટમાં આ સૌથી મોટો વિજય છે. આ સાથે ૨૦૧૮ પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત મલ્ટી ટીમ ટુર્નામેન્ટ જીત્યું છે. છેલ્લે ટીમ ઈન્ડિયા ૨૦૧૮માં રોહિત શર્મા આગેવાનીમાં જ એશિયા કપ જીતી હતી.
આ આઠમી વખત છે જ્યારે ભારત એશિયા કપ જીત્યું છે. તેણે ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬ (્૨૦ ફોર્મેટ), ૨૦૧૮ અને ૨૦૨૩માં ટાઈટલ જીત્યું છે. બોલના તફાવતની દ્રષ્ટિએ આ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે. ભારતે ૨૬૩ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ પહેલા તેણે ૨૦૦૧માં કેન્યા સામે ૨૩૧ બોલ બાકી રાખતા ૧૦ વિકેટથી જીત મેળવી હતી.
ભારતીય ટીમ સામે ફક્ત ૫૧ રનનો એકદૃમ આસાન લક્ષ્યાંક હતો. તેથી રોહિત શર્મા પોતે ઓપિંનગમાં આવ્યો ન હતો. ટીમે ઈશાન કિશનને શુભમન ગિલ સાથે ઓપિંનગ કરવા મોકલ્યો હતો. બંનેએ ૬.૧ ઓવરમાં જ મેચ પૂરી કરી હતી. શુભમન ગિલ ૧૯ બોલમાં ૬ ચોગ્ગાની મદૃદૃથી ૨૭ રન નોંધાવીને અણનમ રહૃાો હતો જ્યારે ઈશાન કિશન ૧૮ બોલમાં ૩ ચોગ્ગાની મદૃદૃથી ૨૩ રન નોંધાવીને નોટ-આઉટ રહૃાો હતો. વર્લ્ડ કપ પહેલા આવી એકતરફી જીતથી ભારતનું મનોબળ સાતમા આસમાને પહોંચી જશે. એશિયા કપની ફાઈનલનું મુખ્ય આકર્ષણ ઝડપી બોલર મોહમ્મદૃ સિરાજની ઝંઝાવાતી બોિંલગ રહી હતી. તેણે છ વિકેટ ઝડપીને શ્રીલંકાને ઘૂંટણીયે પાડી દૃીધું હતું. શ્રીલંકાની આખી ટીમ ભારત સામે ૫૦ રનમાં આઉટ થઈ ગઈ હતી. વરસાદૃની આગાહી છતાં શ્રીલંકાએ ટોસ જીતીને બેિંટગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદૃના કારણે મેચ ૪૦ મિનિટ મોડી શરૂ થઈ હતી. શ્રીલંકાના બેટ્સમેનોએ સિરાજના રૂપમાં વધુ એક તોફાનનો સામનો કરવો પડ્યો હતો. તેની બોિંલગ સામે શ્રીલંકાની ટીમ માત્ર ૧૫.૨ ઓવર જ ટકી શકી હતી, જે ભારત સામે વનડેમાં તેનો બીજો સૌથી ઓછો સ્કોર છે.
સિરાજ વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનારો ચોથો બોલર બન્યો હતો. તેણે વન-ડે ક્રિકેટમાં એક ઈિંનગ્સમાં સૌથી ઝડપી પાંચ વિકેટ લેવાના ભૂતપૂર્વ શ્રીલંકાના ઝડપી બોલર ચાિંમડા વાસના રેકોર્ડની પણ બરાબરી કરી. જસપ્રિત બુમરાહે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર કુસલ પરેરાને પેવેલિયન મોકલી દૃીધો હતો. સિરાજે ચોથી ઓવરના પહેલા, ત્રીજા, ચોથા અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધી હતી.
મોહમ્મદૃ સિરાજે પથુમ નિસાક્ધા, સદિૃરા સમરવિક્રમા, ચરિથ અસલંકા અને ધનંજય ડી સિલ્વાને આઉટ કર્યા હતા. નિસાંકા રવીન્દ્ર જાડેજાના હાથે પોઈન્ટ પર કેચ આઉટ થયો હતો. સમરવિક્રમા ન્મ્ઉ આઉટ થયો હતો જ્યારે અસલંકાએ ફુલ લેન્થ બોલ પર કોઈ ફૂટવર્કનો ઉપયોગ કર્યા વિના કવર્સમાં ઈશાન કિશનને કેચ આપી દૃીધો હતો. ડી સિલ્વાએ સિરાજને હેટ્રિક પૂરી ન કરવા દૃીધી પરંતુ તે પણ આગામી બોલ પર કેએલ રાહુલને વિકેટ પાછળ કેચ આપીને પેવેલિયન પરત ફર્યો હતો. સિરાજે શ્રીલંકાના કેપ્ટન દૃાસુન શનાકા અને કુસલ મેન્ડિસની પણ વિકેટ લીધી હતી. સિરાજના સ્પેલ બાદૃ હાર્દિૃક પંડ્યાએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી.

રિલેટેડ ન્યૂઝ