વર્લ્ડકપ પહેલાની આ સિરિઝ અગત્યની: રોહિત શર્મા

રાજકોટની મેચમાં જીત સાથે શ્રેણી પર કબ્જો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ત્યારે આવતીકાલે મેચમાં જીત મેળવવામાં માટે આજે સાંજે ભારતના ખેલાડીઓએ મેદાન પર નેટ પ્રેક્ટિસ કરી હતી.
વર્લ્ડકપ પહેલાં આ સિરીઝ મહત્ત્વની ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, આવતીકાલની મેચની ટીમમાં હાલની ટીમના 5 ખેલાડીઓ નહીં રમે. જેમાં શુભમન ગીલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. છેલ્લા 10 વન-ડે ભારત માટે ખૂબ જ સારા રહ્યા છે અને વર્લ્ડકપ પહેલા આ સિરીઝ મહત્વની છે, કાલનો મેચ પડકારરૂપ હશે.
પ્રશ્ર્નોના ઉતરમાં રોહીત શર્માએ એમ પણ કહ્યું હતું કે, વર્લ્ડપક પહેલાની આ મેચ અગત્યની છે તેમ સાથોસાથ વર્લ્ડકપ માટે ટીમ સુસજજ અને જરૂરી કમીઓ દૂર કરાશે. ખેલાડીઓ ઈન્જેટ ન થાય અને જો ખેલાડી ઈન્જેર્ડ થાય તેઓ વહેલાસર સાજા થઈ જાય અને ફીટનેશ મેળવી લે તે માટે જરૂરી ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ