મિચેલ માર્શને જીતનો નશો માથે ચડી ગયો

વિશ્ર્વ કપ ટ્રોફી પર પગ રાખતા ચાહકોએ ટ્રોલ કર્યો

અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠું ટાઇટલ પોતાના નામે કર્યું. આ મેચ અમદૃાવાદૃમાં યોજાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોિંલગ લીધી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદૃીનું યોગદૃાન આપતાં ભારતે ૨૪૦ રન બનાવ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે શાનદૃાર ઇિંનગ રમીને ૧૨૦ બોલમાં ૧૩૭ રન ફટકારીને પોતાની ટીમને જીત તરફ દૃોરી હતી. ઓસ્ટ્રેલિયાએ ૪૨ બોલ બાકી રહેતાં છ વિકેટેથી જીત મેળવી હતી.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી એક તસવીરમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિચેલ માર્શ બંને પગ સાથે વર્લ્ડ કપ ટ્રોફીની ટોચ પર આરામ કરે છે. આ ફોટો શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ