IND vs AUS T20 સિરીઝ: વર્લ્ડ કપ ફાઇનલ પછી ફરી એકવાર ભારત-ઓસ્ટ્રેલિયા ટકરાશે, અહીં જુઓ શેડ્યૂલ

વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર એકબીજાનો સામનો કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ શ્રેણીમાં ભારતીય ટીમના મોટાભાગના યુવા ખેલાડીઓ રમતા જોવા મળશે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે.

IND vs AUS શ્રેણીનું શેડ્યૂલ અહીં જુઓ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I શ્રેણી (IND vs AUS) 23 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં, બીજી મેચ 26 નવેમ્બરે ત્રિવેન્દ્રમમાં રમાશે. ત્રીજી T20 મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં જ્યારે ચોથી મેચ રાયપુરમાં 1 ડિસેમ્બરે રમાશે.સિરીઝની પાંચમી અને છેલ્લી T20 મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

ભારતની B ટીમ આ શ્રેણીમાં પ્રવેશ કરી રહી છે, કારણ કે રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ સહિત ઘણા અનુભવી ખેલાડીઓને લાંબી ટૂર્નામેન્ટ બાદ આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ પાસે ટીમની કપ્તાની છે અને શ્રેયસ અય્યર છેલ્લી 2 મેચમાં વાઇસ કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાશે. ત્યાં સુધી ઋતુરાજ ગાયકવાડ વાઇસ કેપ્ટન રહેશે.

આ વખતે ટીમ ઈન્ડિયાની જવાબદારી યુવાઓના ખભા પર હશે. ટીમ ઈન્ડિયામાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા અને શિવમ દુબેનો સમાવેશ કરવામાં આવ્યો છે. યશસ્વીએ હોમ સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તિલક વર્માએ પણ ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેણે વર્લ્ડ કપ 2023માં બેટિંગ કરી ન હતી. જો કે ટીમ મેનેજમેન્ટે હજુ પણ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ. , પ્રસિદ્ધ કૃષ્ણ , અવેશ ખાન , મુકેશ કુમાર

રિલેટેડ ન્યૂઝ