અન્ડર-19 એશિયા કપમાં કચ્છના રાજ લીંબાણીની પસંદગી

લખપત એકપ્રેસ 130-140ની ઝડપે બોલ નાખી લાખેણો સાબિત થશે

તાલુકાના દયાપર ગામનો યુવાન રાજ લીંબાણી આવતી ફેબ્રુ. 2024માં 18 વર્ષ પૂર્ણ કરશે તે પહેલાં જ આગામી 8મી ડિસે.થી
શરૂૂ થનારા એશિયા કપ અન્ડર- 19માં પસંદગી થતાં તેણે કચ્છનું ગૌરવ વધાર્યું છે અને કચ્છ કડવા પાટીદાર સમાજ સહિત અનેક સ્થળેથી અભિનંદન મળી રહ્યા છે. વડોદરા સ્થિત યુવા ક્રિકેટરના મેન્ટોર અને રાજને ક્રિકેટર બનાવવા પાછળ જેમનો સિંહફાળો છે એવા વડોદરા સ્થિત મણિભાઇ પટેલ તેમના મોટાબાપા છે, તેમણે કહ્યું કે, રાજને બાળપણથી જ ક્રિકેટર બનવાનો શોખ હોવાથી 7મા ધોરણ પછી તેને વડોદરા તેડાવી લીધો અને ક્રિકેટર બનાવવા માટે બીડું ઝડપી લીધું અને આજે તેનું અન્ડર-19ભારતીય ટીમમાં સિલેકશન થતાંપ્રથમ સોપાન સર કર્યું છે. દયાપર મુકામે પિતા વસંતભાઇ પટેલ અને માતા સાવિત્રીબેનનાં ઘરે જન્મેલો રાજ ભણવામાં તેજસ્વી હોવાથી તેને વર્માનગરની ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ કર્યો, જ્યાં 7મા સુધી અભ્યાસ કર્યો. જો કે તેના મોટાબાપાની ઇચ્છા તેને ડોકટર બનાવવાની હતી, પરંતુ રાજ ક્રિકેટર બનવાના ઇરાદામાં મક્કમ હતો એટલે જ તેને વડોદરા લઇ જઇ કોચિંગ આપવામાં આવ્યું. વડોદરા ખાતે વિદ્યુતનગર વિદ્યાલયમાં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. જો કે વિજયવાડા ખાતે ચતુષ્કોણીય ટૂર્નામેન્ટને કારણે તેમજ અન્ય મેચો (અન્ડર-16)ને કારણે પરીક્ષા આપી શકયો નહીં, પરંતુ સ્વપ્ન સાકાર થતાં તેને તેનો રંજ નથી.

રિલેટેડ ન્યૂઝ