આઈપીએલ-૧૭નો રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય પ્રારંભ

ચેન્નાઈના એમ. ચિદૃમ્બરમ સ્ટેડિયમમાં બોલીવુડ અને ક્રિકેટના સિતારા એક સાથે

કાર્યક્રમમાં બોલીવડ હસ્તીઓ ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાન, સ્ટાર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, ગાયકો સોનુ નિગમ, મોહિત ચૌહાણ, નીતિ મોહનના પરફોર્મન્સે કાર્યક્રમને લગાવ્યા ચાર ચાંદૃ

ચેન્નાઈના એમ. ચિદૃમ્બરમ સ્ટેડિયમ ખાત્ો દૃેશના સૌથી મોટા આઈપીએલ સિઝન ૧૭ ક્રિકેટ કાર્નિવલનો રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર અન્ો ટાઈગર શ્રોફ બાઈક પર સાથે એન્ટ્રી કરી. પરફોર્મ કરતા મેદૃાનમાં ફર્યા હતા. અક્ષય-ટાઈગર પછી ગાયક સોનુ નિગમે પોતાના અવાજનો જાદૃુ પ્રસરાવ્યો હતો. ત્ોમણે ‘વંદૃે માતરમ્ ગાયુ હતુ. બ્ો વખતના ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન્ો મા તુઝે સલામ ગીત પરફોર્મ કરીન્ો ક્રિકેટ ચાહકોના દિૃલ જીતી લીધા હતા.

આજથી દૃેશમાં ક્રિકેટના સૌથી મોટા તહેવાર આઇપીએલની ૧૭મી સિઝનનો રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. ચેન્નાઈના એમ. ચિતમ્બરમ સ્ટેડિયમ ખાતે બીસીસીઆઈ આઈપીએલના પદૃાધિકારીઓ મહેમાનોની ઉપસ્થિતિમાં આઇપીએલની ઓપિંનગ સેરેમની યોજાઈ હતી. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની સ્ટેજ પર એન્ટ્રી થઇ છે. રંગારંગ સમારોહની શરૂઆત અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ દ્વારા‘સારે જહાં સે અચ્છા..’ સોન્ગ સાથે થઈ હતી. પછી તેણે ’હબીબી’ ગીત પર પરફોર્મ કર્યું. હબીબી ગીત પર ટાઈગરે સોલો પરફોર્મ કર્યું હતું.
ચેન્નાઈના એમ. એ. ચિદૃમ્બરમ સ્ટેડિયમ ખાતે આઈપીએલ સીઝન-૧૭ની ઓપિંનગ સેરેમનીમાં રંગારંગના સાથે ૪૦ મિનિટ ચાલેલા આ કાર્યક્રમમાં બે વખતના ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર. રહેમાન, સોનુ નિગમ, મોહિત ચૌહાણ અને નીતિ મોહન જેવા બોલીવુડ ગાયકોએ તેમના હિટ ગીતો સાથે પ્રસંગને આકર્ષિત કર્યો હતો.
ઉદ્ઘાટન સમારંભ દૃરમિયાન ચંદ્રના દૃક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ દૃર્શાવવામાં આવતા ભારતની અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલી આ સિધ્ધિને બિરદૃાવતા ક્રિકેટ ચાહકોના તાળીઓના ગડગડાટથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. અક્ષયકુમારે આકાશમાંથી ઉત્તરાણ કર્યુ હતું.
અક્ષય અને ટાઇગર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં સાથે કામ કર્યુ છે. અક્ષયે દૃેશી બોયઝના ગીત ’સુબહ હોને ના દૃે..’ પર પરફોર્મ કર્યું હતું. ત્યારબાદૃ તેણે ભૂલ ભુલૈયા ગીત પર પરફોર્મ કર્યું. ’પાર્ટી ઓલ નાઈટ..’ ગીત પર પણ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત બન્નેએ ’ચુરા કે દિૃલ મેરા ગોરિયા ચલી ગીત..’ પર પરફોર્મ કર્યું હતું.
અક્ષય કુમારે હાઉસફુલ ૪ ના બાલા-બાલા ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદૃ અક્ષય અને ટાઇગર બાઇક પર સુનો ગૌર સે દૃુનિયાવાલો ગીત પર સ્ટેડિયમની આસપાસ ફર્યા હતા. આ જોઈને ચાહકો પોતાની ઉત્તેજના પર કાબૂ રાખી શક્યા નહીં. ચાહકોએ બંનેને ખૂબ જ ચીયર કર્યા હતા.
અક્ષય-ટાઈગર પછી સોનુ નિગમે પોતાના અવાજનો જાદૃુ ફેલાવ્યો. તેમણે વંદૃે માતરમ ગાયું અને ચાહકોનું દિૃલ જીતી લીધું. સોનુ નિગમ પછી, એઆર રહેમાને મા તુઝે સલામ ગીત પર પરફોર્મ કર્યું.
તેમણે પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. એઆર રહેમાનને સાથ આપવા મોહિત ચૌહાણ પહોંચ્યા. મોહિતે ઈશ્ક મિટ્ટા ગાયું. ત્યારબાદૃ મોહિતે રહેમાન દ્વારા રચિત ફિલ્મ દિૃલ્હી-૬નું મસકલી ગીત ગાયું હતુ.
નીતિ મોહન પણ પરફોર્મ કરવા આવી છે. તેણે બરસો રે મેઘા-મેઘા ગીત પર પરફોર્મ કર્યું હતું. અન્ય મહિલા ગાયિકાએ તેને સાથ આપ્યો. આ બંનેએ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પોતાના પ્રદૃર્શનથી દૃર્શકોના દિૃલ જીતી લીધા હતા. આ ઉપરાંત સોનુ નિગમે ચેપોક ખાતેના ઉદૃઘાટન પોતાના ગીત સતરંગી રે પર સમગ્ર સ્ટેડિયમને મંત્રમુગ્ધ કરી દૃીધુ હતું.
ચંદ્રના દૃક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાનના ઉતરાણને આ શૈલીમાં રજૂ કરવામાં આવ્યું હતું
એઆર રહેમાને આખી ટીમ સાથે લોકપ્રિય ગીત ચલ છૈયાં છૈયાં પર પરફોર્મ કર્યું હતું. એઆર રહેમાન સાથે આખી ટીમ સાથે જય હો ગીત પર પરફોર્મ કર્યું હતું. આ ગીતે ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો હતો. આ ગીત સાથે, રહેમાન, મોહિત ચૌહાણ અને નીતિ મોહન સાથે મળીને પર્ફોર્મન્સ કરી ઓપિંનગ સેરેમનીનુ સમાપન કર્યું.

રિલેટેડ ન્યૂઝ