JNU હિંસા: જ્વાલા ગુટ્ટા બોલી-હજુ પણ આપણે ચૂપ રહીશું?, ગંભીરે કાર્યવાહીની કરી માગણી

નવી દિલ્હી: JNU પરિસરમાં રવિવારે થયેલી હિંસા નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ હુમલાના વિરોધમાં સોમવારે અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. રાજકારણથી લઈને ખેલ જગતના લોકોએ હુમલાની ટીકા કરી છે. પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે આ હિંસાના આરોપીઓ પર કડક કાર્યવાહીની માગણી કરી છે. જ્યારે બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ પણ હુમલાની ટીકા કરવાની સાથે સાથે કેટલાક સવાલો ઉઠાવ્યાં છે. તેણે આ મામલે ત્રણ ટ્વીટ કરી.

ગૌતમ ગંભીર અને જ્વાલા ગુટ્ટા એવા ખેલાડીઓમાં ગણાય છે જેઓ સામાજિક અને રાજકીય મુદ્દે પોતાના મત ખુલીને રજુ કરે છે. ગંભીર તો હવે નેતા પણ બની ચૂક્યા છે. ભાજપના આ સાંસદે જેએનયુમાં થયેલી હિંસા બાદ ટ્વીટ કરીને કહ્યું કે યુનિવર્સિટી કેમ્પસમાં આવી હિંસા ભારતીય રાષ્ટ્રની સોચથી બિલકુલ વિપરિત છે. વિચારધારા શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, વિદ્યાર્થીઓને આ પ્રકારે નિશાન બનાવવા જોઈએ નહીં. તે ગુંડાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જેમણે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરીને આવું દુ:સાહસ કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ