ટીમ બસમાં હજુ પણ ખાલી રહે છે ધોનીની સીટઃ ચહલ ટીવી પર યુજવેન્દ્ર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયામાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ કોણ ફીટ બેસસે, તેને લઈને ચર્ચાઓ ચાલતી રહે છે પરંતુ ટીમ બસમાં તેમની સીટ હજુ ખાલી રહે છે. ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલનો એક વીડિઓ બીસીસીઆઈએ શેર કર્યો છે, જેમાં આ સ્પિનરે દેખાડ્યું કે, આ સીટ પર કોઈ બેસતું નથી, જેના પર ધોની સફર કરતા હતા. 

બીસીસીઆઈના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ બસમાં બેસીને ઓકલેન્ડથી હેમિલ્ટન જઈ રહી છે. ઓકલેન્ડમાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની શરૂઆતી બંન્ને ટી20 મેચ જીતી અને હવે તેનો મુકાબલો હેમિલ્ટનમાં થવાનો છે. 

રિલેટેડ ન્યૂઝ