ઓકલેન્ડઃ ભારતીય મહિલા હોકી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પોતાનો બીજો મુકાબલો હારી ગઈ છે. તેને યજમાન ન્યૂઝીલેન્ડે સોમવારે 2-1થી પરાજય આપ્યો હતો. આ પહેલા ટીમે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 4-0થી પરાજય આપ્યો હતો. મહિલા ટીમે આ પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાર અને ગ્રેટ બ્રિટન વિરુદ્ધ એક મેચ રમવાની છે. ન્યૂઝીલેન્ડ માટે મેચમાં મેગન હલે બે ગોલ કર્યાં હતા. તો ભારત માટે એકમાત્ર ગોલ સલિમા ટેટેએ કર્યો હતો.
મેચની શરૂઆતથી ન્યૂઝીલેન્ડની ટીમ આક્રમક હતી. તેણે પહેલા ક્વાર્ટરની ત્રીજી મિનિટમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. તેના માટે પહેલો ગોલ મેગન હલે કર્યો હતો. તો પ્રથમ ક્વાર્ટરના અંતે સમિમા ટેટેએ પેનલ્ટીને ગોલમાં ફેરવીને મેચ 1-1ની બરોબરી પર લાવી હતી. મેગન હલે ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં ગોલ કરીને ન્યૂઝીલેન્ડને 2-1થી જીત અપાવી હતી.
