કૃષ્ણમાચારી શ્રીકાંતે ગંભીર, અગર સહિત ટીમ મેનેજમેન્ટને આપી સલાહ
વિરાટ અને રોહિત ફક્ત એક જ ફોર્મેટ રમી રહૃાા છે, જ્યારે તમે ફક્ત એક જ ફોર્મેટ રમી રહૃાા છો ત્યારે તે માનસિકતા જાળવી રાખવી સરળ નથી
વિરાટ કોહલી અને રોહિત શર્માના વનડે ભવિષ્ય વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો પછી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અને રોહિત શર્માને વનડે કેપ્ટનશીપમાંથી દૃૂર કર્યા પછી, અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે. બંને અનુભવી ખેલાડીઓ વનડે ટીમમાં સ્થાન મેળવવાને લાયક છે કે નહીં તે અંગે ચર્ચા થઈ રહી છે. ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ટીમ મેનેજમેન્ટની યોજનાઓમાં તેઓ શામેલ છે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે. બધા પ્રશ્ર્નો વચ્ચે, બંને અનુભવી ખેલાડીઓએ તેમના બેટથી જવાબ આપ્યો છે. દૃરમિયાન, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના મુખ્ય પસંદૃગીકાર કૃષ્ણચારી શ્રીકાંતે ગૌતમ ગંભીર અને અજીત અગરકર સહિત ટીમ મેનેજમેન્ટને સલાહ આપી છે. તેમણે સ્પષ્ટપણે કહૃાું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના આગામી વનડે વર્લ્ડ કપ માટે કોઈ રોડમેપ હોઈ શકે નહીં.
શ્રીકાંતે તેમની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે તેમણે ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદૃગીકાર અજીત અગરકરને આ બે ભારતીય દિૃગ્ગજો, રોહિત શર્મા અને વિરાટ કોહલીની આસપાસ ૨૦૨૭ વનડે વર્લ્ડ કપનું આયોજન કરવાની સલાહ આપી છે. તેમણે કહૃાું કે બંને ટીમની લાંબા ગાળાની વ્યૂહરચનામાં કેન્દ્ર સ્થાને રહેવા જોઈએ.
ભૂતપૂર્વ કેપ્ટને કહૃાું, “કોહલી અને રોહિત એક અલગ સ્તરે રમી રહૃાા છે. તેમના વિના, ૨૦૨૭ વર્લ્ડ કપ યોજના શક્ય નહીં બને. તમારે એક છેડે રોહિત અને બીજા છેડે વિરાટની જરૂર છે. તે અંગે કોઈ પ્રશ્ર્ન ન હોવો જોઈએ.”
તેમણે (વિરાટ કોહલી) એક ઇન્ટરવ્યુમાં કહૃાું હતું કે ૨૦૧૩ થી, તે અને રોહિત રન બનાવી રહૃાા છે અને વિરોધી ટીમ પર દૃબાણ લાવી રહૃાા છે. જો તમે તેને જુઓ, જો રોહિત અને કોહલી ૨૦ ઓવર સુધી બેિંટગ કરે છે, તો વિરોધી ટીમ રમતમાંથી બહાર થઈ જાય છે. આજે પણ એવું જ થયું. તેઓએ તેમને તેમની બેિંટગમાંથી બહાર કાઢ્યા. હા, દૃક્ષિણ આફ્રિકાએ પણ મહાન જુસ્સો દૃર્શાવ્યો, પરંતુ તેમની ભાગીદૃારીએ મેચ જીતી લીધી.”
શ્રીકાંતે કહૃાું, “તે ફક્ત રન નથી. તેઓએ ખૂબ જ મહેનત કરી છે (તેમની ફિટનેસ પર). વિરાટ અને રોહિત ફક્ત એક જ ફોર્મેટ રમી રહૃાા છે. જ્યારે તમે ફક્ત એક જ ફોર્મેટ રમી રહૃાા છો ત્યારે તે માનસિકતા જાળવી રાખવી સરળ નથી.
ભૂતપૂર્વ કેપ્ટને કહૃાું કે આ બંને અનુભવી ખેલાડીઓ વર્લ્ડ કપ ટીમમાં હોવા જોઈએ. તેમણે કહૃાું, “મારા માટે, તેઓ ૨૦૨૭ ના વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી ચૂક્યા છે. નંબર ૧ અને નંબર ૩ ના સ્થાનો ભરાઈ ગયા છે. આપણે તેમના વિના જીતી શકતા નથી.”
