જેમણે કારકિર્દૃીમાં ખાસ સિદ્ધિ મેળવી નથી તેઓ રોહિત-વિરાટને જજ કરી રહૃાા છે:હરભજન

હરભજન સિંહે મોટી ચર્ચા પર આપ્યું પોતાનું નિવેદૃન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન િંસહે આ દિૃવસોમાં ચાલી રહેલી સૌથી મોટી ચર્ચા પર પોતાનું નિવેદૃન આપ્યું છે. ટર્બનેટર તરીકે ઓળખાતા હરભજને સ્પષ્ટ કહૃાું કે વિરાટ કોહલી અને રોહિત શર્માને એવા લોકો જજ કરી રહૃાા છે જેમણે કારકિર્દૃીમાં ખાસ સિદ્ધિ મેળવી નથી. હવે ભજ્જીએ અજિત અગરકર પર કટાક્ષ કર્યો છે કે ગૌતમ ગંભીર પર તે સ્પષ્ટ નથી.
હાલ આ નિર્ણય પસંદૃગીકારો લઈ રહૃાા છે અને આ કારણે લાગે છે કે ભજ્જીનો ગુસ્સો ચીફ સિલેક્ટર અજીત અગરકર પર બહાર આવ્યો છે. છેલ્લા કેટલાક દિૃવસોથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. દૃરમિયાન હરભજનના નિવેદૃનથી માહોલ ગરમાઇ ગયો છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીના વન ડે વર્લ્ડ કપ ૨૦૨૭માં રમવા અને વન ડે ટીમમાં રહેવા અંગે ચાલી રહેલી ચર્ચાનો હરભજન િંસહે સ્પષ્ટ જવાબ આપ્યો છે. હરભજને આ ચર્ચાને નિરાશાજનક ગણાવી હતી અને કહૃાું કે વિરાટ કોહલી હજુ પણ સારું રમી રહૃાો છે તે જોઈને મને ખૂબ સારું લાગ્યું છે. તે લોકો તેમના(વિરાટ અને રોહિત) ભવિષ્ય નક્કી કરી રહૃાા છે જેમણે પોતાની કારકિર્દૃીમાં કંઇ ખાસ પ્રાપ્ત કર્યું નથી.
હરભજન િંસહે આ પછી તેની સાથે જે બન્યું તે જ યાદૃ કર્યું છે. તેણે કહૃાું કે હું પણ એક ખેલાડી રહૃાો છું. મેં મારી સાથે અને મારા સાથી ખેલાડીઓ સાથે પણ આવું થતું જોયું છે. તે ખૂબ જ નિરાશાજનક છે. અમે તેના વિશે વાત કરતા નથી અથવા તેની ચર્ચા કરતા નથી. રોહિત અને વિરાટ બંનેએ રન બનાવ્યા છે અને હંમેશા ભારત માટે મહાન ખેલાડી રહૃાા છે. તેના પર્ફોમન્સ પરથી સાબિત થાય છે કે આગામી વર્લ્ડ કપમાં તેમના રમવા અંગે કોઈ શંકા નથી.

રિલેટેડ ન્યૂઝ