Jai Hind

પ્રથમ વનડેમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪ વિકેટે વિજય

કોહલી નર્વસ નાઈન્ટીનનો શિકાર, ૯૩ રને આઉટ, ગિલના ૫૬ રન; શ્રેયસ ઐય્યરના ૪૯ રન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે વડોદૃરાના બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પ્રથમ બેિંટગ કરતા ન્યુઝીલેન્ડે ભારતને ૩૦૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે છ વિકેટે ૩૦૬ રન બનાવી ચાર વિકેટે પ્રથમ વનડે જીતી લીધી હતી. એક સમયે, કિવીઓએ ૩૩ ઓવરમાં ૩ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા, અને એવું લાગતું હતું કે ન્યુઝીલેન્ડ સરળતાથી ૩૨૦ રન વટાવી જશે. જોકે, ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં ઝડપી એક પછી એક વિકેટો લીધી, જેના કારણે કિવી ટીમ ૩૦૦ રન સુધી સિમિત રહી. ન્યુઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ ૫૬ અને હેનરી નિકોલ્સે ૬૨ રન બનાવ્યા. ડેરિલ મિચેલે ૭૧ બોલમાં ૮૪ રન બનાવ્યા.
ન્યુઝીલેન્ડ માટે હેનરી નિકોલ્સ અને ડેવોન કોનવેએ સદૃીની ભાગીદૃારી કરી. કિવી ટીમે ૨૨મી ઓવરમાં ૧૧૭ રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દૃીધી. નિકોલ્સ ૬૯ બોલમાં ૬૨ રન બનાવીને આઉટ થયો, જેમાં ૮ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ દૃરમિયાન કોનવેએ ૬૭ બોલમાં ૫૬ રન બનાવ્યા, જેમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગાનો સમાવેશ થાય છે.
શતક ભાગીદૃારી પછી, ન્યુઝીલેન્ડે ૨૯ રનની અંદૃર ત્રણ વિકેટ ગુમાવી દૃીધી, પરંતુ ડેરિલ મિચેલે એક છેડે રન બનાવવાનું ચાલુ રાખ્યું. આ સમયગાળા દૃરમિયાન, ગ્લેન ફિલિપ્સે ૧૯ બોલમાં ૧૨ રન, મિચેલ હેએ ૧૩ બોલમાં ૧૮ રન અને કેપ્ટન માઈકલ બ્રેસવેલે ૧૮ બોલમાં ૧૬ રન બનાવ્યા. મિચેલની ઇિંનગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સહિત ૮૪ રનનો સમાવેશ થાય છે.ડેબ્યુટ કરનાર ક્રિશ્ર્ચિયન ક્લાર્કે પણ બેિંટગમાં સારું યોગદૃાન આપ્યું. ઓલરાઉન્ડરે તેની પહેલી મેચમાં ૧૭ બોલમાં ૨૪ રન બનાવીને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. કાયલ જેમિસન આઠ બોલમાં આઠ રન બનાવીને અણનમ રહૃાો.
ભારત તરફથી મોહમ્મદૃ સિરાજે આઠ ઓવરમાં ૪૦ રન આપીને બે વિકેટ લીધી. હર્ષિત રાણાએ ૧૦ ઓવરમાં ૬૫ રન આપીને બે વિકેટ લીધી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ બે વિકેટ લીધી. કુલદૃીપ યાદૃવે પણ એક વિકેટ લીધી.
૩૦૧ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી. રોહિત શર્માએ કેપ્ટન ગિલ સાથે ઓપિંનગમાં આવી ૨૯ બોલમાં ૨૬ બનાવ્યા હતા. જ્યારે ઇજામાંથી પાછા ફરેલ કેપ્ટન શુભમન ગિલે ૫૬ રન બનાવ્યા હતા. રોહિત-ગિલ વચ્ચે પ્રથમ વિકેટની ૩૯ રનની ભાગીદૃારી થઈ હતી. જો કે રોહિતના આઉટ થયા બાદૃ વિકાટ કોહલી મેદૃાનમાં આવ્યો હતો અને તેણે ૯૧ બોલમાં ૯૩ રનની ઇિંનગ રમી હતી જો કે કોહલી આજે માત્ર સાત રન માટે સદૃી ચૂકી ગયો હતો.
કોહલી ઉપરાંત ઇજામાંથી ટીમમાં પરત ફરેલ શ્રેયસ ઐય્યરે પણ શાનદૃાર પ્રદૃર્શન કર્યું હતું તેણે ૪૭ બોલમાં ૪૯ રન બનાવ્યા હતા. અંતમાં કેએલ રાહુલ અને હર્ષિત રાણાએ ૨૯-૨૯ રન બનાવી ટીમને જીતની બિલકુલ નજીક લાવી દૃીધી હતી. રાહુલ ૨૯ રને અણનમ રહૃાો હતો.
આમ ન્યુઝીલેન્ડના બોલરો દ્વારા એકસ્ટ્રા ૧૩ રનની મદૃદૃથી ભારતે પહેલી વનડે છ વિકેટ ગુમાવી ૩૦૬ રન બનાવી ચાર વિકેટે જીતી લીધી હતી.
ન્યુઝીલેન્ડ તરફથી કાયલે જેમિનસને ચાર વિકેટ લીધી હતી જ્યારે અશોક અને ક્લાર્કને એક-એક વિકેટ મળી હતી.