Jai Hind

ભારત-ન્યૂઝિલેન્ડ ક્રિકેટ મેચ: બન્ને દેશોની ટીમ હોટલમાં આવી પહોંચતા સ્વાગત

મકરસંક્રાંતિએ તા. 14ના રોજ ખંઢેરી પાસે આવેલ નિરંજન શાહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડે-નાઈટ વન-ડે ક્રિકેટ જંગ અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો રાજકોટ આવી પહોંચ્યા હતાં. ન્યૂઝિલેન્ડની ટીમ રાજકોટની ફોર્ચ્યુન હોટલમાં આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીમ ઈિન્ડિયાને રાજકોટની સયાજી હોટેલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્ને ટીમના સ્થળે પોતાના પ્રિય ક્રિકેટરને નિહાળવા ચાહકો ઉમટ્યા હતાં. ભારતીય ટીમના શુભમન ગીલ (કેપ્ટન), શ્રેયશ અય્યર, વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ ઉપરાંત ન્યૂઝિલેન્ડની ટીમના માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), નિક કોલી, મિશેલ હેપ, વિલ યંગ સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા હતાં. આવતી કાલે મંગળવારે બપોરે 1:30 વાગ્યે ન્યૂઝીલેન્ડની ટીમ અને સાંજે 5:30 વાગ્યે ઈિન્ડિયાની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે. (તસ્વીર : પ્રવિણ સેદાણી)