Jai Hind

ભારતે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડને 48 રને હરાવ્યું

અભિષેકે 84 રન બનાવ્યા, વરૂણ ચક્રવર્તી અને શિવમ દુબેએ 2-2 વિકેટ ઝડપી; ગ્લેન ફિલિપ્સના 78 રન એળે ગયા

ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ ટી-20માં 48 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બુધવારે નાગપુરમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 238 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ 190 રન જ બનાવી શકી હતી. અભિષેક શર્માએ 84 રન બનાવ્યા, જ્યારે વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેને 2-2 વિકેટ મળી હતી.

પ્રથમ ટી૨૦માં ન્યુઝીલેન્ડે ટોસ જીતીન્ો ભારતન્ો પહેલા બ્ોિંટગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
ભારત તરફથી સંજુ સ્ોમસન અન્ો અભિષેક શર્માએ ઇિંનગની શરૂઆત કરી હતી. જો કે ૧૮ રનના સ્કોરે સંજુ આઉટ થયો હતો. ત્યારબાદૃ ઇશાન કિશન પણ આઠ રન બનાવી આઉટ થઈ ગયો હતો. જો કે બીજા છેડેથી અભિષેક શર્માએ તોફાની બ્ોિંટગ કરી હતી. અભિષેકે ૩૫ બોલમાં ૮૪ રનની ઇિંનગ રમી હતી જેમાં આઠ છગ્ગા અન્ો પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. અભિષેક સાથે જોડાયેલ સ્ાૂર્યકુમાર યાદૃવે ૩૨ રન જ્યારે હાર્દિૃક પંડ્યાએ ૨૫ રન બનાવ્યા હતા. રમતના અંતિમ ભાગમાં રીંકુ િંસહે પણ ધુઆધાર બ્ોિંટગ કરી હતી િંરકુએ ૨૦ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ડફી અન્ો જેમિસનન્ો ૨-૨ વિકેટજ્યારે ક્લાર્ક, સોઢી અન્ો સ્ોન્ટનરન્ો ૧-૧ વિકેટ મળી હતી.

VCA સ્ટેડિયમમાં ભારત તરફથી રિંકુ સિંહે 44, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 32 અને હાર્દિક પંડ્યાએ 25 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને કાઇલ જેમિસને 2-2 વિકેટ લીધી હતી. બેટિંગમાં ટીમ તરફથી માર્ક ચેપમેને 39 રન બનાવ્યા હતા. બીજી ટી-20 રાયપુરમાં 23 જાન્યુઆરીએ રમાશે.