જામનગર પોલીટેકનિકને હરાવી હેટ્રિકનો ખિતાબ જીત્યો
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા આયોજિત ઝોન-4 (સૌરાષ્ટ્ર ઝોન) સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. 3/2/2026 થી તા. 9/2/2026 દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જામનગર સરકારી પોલીટેકનિક અને અ.ટ.ઙ.ઝ.ઈં કોલેજ વચ્ચે રમાઈ હતી, જેમાં A.V.P.T.I કોલેજે 61 રનની ભવ્ય જીત સાથે ખિતાબ પર કબજો જમાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે A.V.P.T.I કોલેજે સતત ત્રીજા વર્ષે સૌરાષ્ટ્ર ઝોન ચેમ્પિયન બની પોતાની ક્રિકેટ શક્તિ સાબિત કરી છે. ફાઈનલ મેચમાં દેવાંગ ગઢવીને શાનદાર પ્રદર્શન બદલ ‘મેન ઓફ ધ મેચ’ અને ’મેન ઓફ ધ સિરીઝ’જાહેર કરવામાં આવ્યા હતા. દેવાંગ ગઢવીએ 58 બોલમાં 92 રન બનાવી 13 ચોગ્ગા અને 2 છક્કા ફટકાર્યા હતા, સાથે સાથે 2 વિકેટ પણ ઝડપી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેઓ ‘મેન ઓફ ધ સિરીઝ’ પણ બન્યા હતા.
મેચ દરમિયાન જયવલ દવેને 2 વિકેટ અને રીતેષ પટેલને 3 વિકેટ મળેલ હતી.
રાજકોટ પોલીટેક્નિક કોલેજ ના આચાર્ય પ્રો. આશીતભાઈ પંડયા એ ટોસ ઉછાડી રમતની શરૂઆત કરાવી ને ટીમને પ્રોત્સાહીત કર્યા હતા.
ટીમની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અટઙઝઈં કોલેજના આચાર્ય જી.વી. પરમાર સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
વિજેતા ટીમના સ્વાગત અને અભિવાદન માટે પ્રો. જે.બી. વાળા, પ્રો. શ્યારા પ્રો. હાથલીયા પ્રો. તન્ના પ્રો. આનંદ ભટ્ટ, પ્રો. સાવલિયા સહિતના પ્રાધ્યાપકોએ ફૂલહારથી ટીમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વિજેતા ટીમના હેડ કોચ હરિભાઈ ભદ્રેશ અને ડો. હેમેન્દ્ર સાહેબનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું