રાજકુમારસિંહ ક્રિપાલસિંહ પરમાર મેમોરિયલ ત્રિ-દીવસીય રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. અટલ સરોવર સામે, રુદ્રાક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટ બાર એસો. દ્વારા આયોજન કરાયું છે. રાજકોટ બાર એસો.આયોજીત સ્વ.રાજકુમારસિંહ ક્રિપાલસિંહ પરમાર મેમોરિયલ રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ત્રણ દિવસનું ભવ્ય આયોજન તા.10 થી 12 એપ્રિલ સુધી રુદ્રાક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગોકુલ પાર્ટી પ્લોટ પાછળ, અટલ સરોવર સામે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ બારના સભ્યોની 16 ટીમે ભાગ લીધેલ છે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્મ્બર્સ દિલીપભાઈ પટેલ, અમૃતાબેન ભારદ્વાજ, બારના પૂર્વ પ્રમુખ પરેશ મારુ, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માકડીયા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, કારોબારી સભ્યો સ્તવન મહેતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા, દિપ વ્યાસ મહિલા કારોબારી સભ્યો હિરલ જોશી, નિશા લુણાગરીયા, મીનલ સોનપાલ, કો-ઓપ્ટ સભ્ય રક્ષાબેન ઉપાધ્યાય, હસુભાઈ સાગઠીયા દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ બાર એસો.ના આ આયોજનમાં રૂપરાજસિંહજી પરમાર દ્વારા ખાસ સહયોગ આપવામાં આવેલ છે. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં ક્રિકેટ કમીટીના સભ્યો ઈન્દુભા ઝાલા, વિશાલ ગોસાઈ, હિમાલય મીઠાણી, ધવલ તન્ના, કપીલ શુકલ, હિરેન ગજજર, રવિ વાઘેલા, હિત અમલાણી, રાજભા ગોહીલ, ધર્મેશ સખીયા, જીજ્ઞિશ સખીયા, જયદીપ મારકણા સહિતના સભ્યો ઉત્સાહભેર જહેમત ઉઠાવી રહેલ છે.