Jai Hind

નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સનો ઓલરાઉન્ટ દૃેખાવ:ગિલ, સુદૃર્શન અને બટલરની ફીફટી ચેન્નાઈ કિંગ્સને ૮૯ રને હરાવતુ ગુજરાત

દૃુબ્ો સિવાય તમામ બ્ોટધરો નિષ્ફળ: ચેન્નાઈની આઈપીએલ સફર પ્ાૂરી થઈ

મોહમંદૃ સિરાઝ, રાશિદૃ ખાન અન્ો કગિસો રબાડાન્ો ત્રણ-ત્રણ વિકેટ

અત્રેના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કીંગ્સ વચ્ચેની આઇપીએલ ટી-૨૦ની મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સ્ો ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા ત્ોના જવાબમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ૧૪૦ રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. આમ ગુજરાતનો ચેન્નાઇ સામે ૮૯ રન્ો વિજય થયો હતો. આજે ચેન્નાઇ સુપર કીંગ્સના કપ્તાન્ો ટોસ જીતીન્ો ગુજરાત ટાઇટન્સન્ો બ્ોટીંગનું આમંત્રણ આપ્યું હતું ગુજરાતના ઓપનર શુભમન ગીલ અને સાંઇ સુદૃર્શન મેદૃાનમાં ઉતર્યા હતા.
આ બન્ન્ો બ્ોટરોએ ધુવાધાર બ્ોટીંગનું પ્રદૃર્શન કર્યું હતું બન્ન્ો વચ્ચે ૧૨૫ રનની ભાગીદૃારી નોંધાઇ હતી કપ્તાન ગીલ ૩૭ બોલમાં ૩ સીકસર અન્ો ૭ ચોકકાની મદૃદૃથી ૬૪ રન બનાવી જોન્સનની બોલીંગમાં દૃુબ્ોના હાથમાં ઝીલાઇ ગયો હતો.
ત્ોના સ્થાન્ો આવેલા બટલર અન્ો સાંઇ સુદૃરર્શન્ો પણ ઝમકદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કર્યું હતું. બન્નેએ ૮૨ રનની શાનદૃાર ભાગીદૃારી નોંધાવી હતી.
સાંઇ સુદૃર્શનએ ૫૩ રનમાં ૪ સીકસર અને ૭ ચોક્કાની મદૃદૃથી ૮૪ રન બનાવ્યા હતા ત્ો કંબોજની બોલીંગમાં શોર્ટના હાથમાં સપડાયો હતો જો કે, રાહુલ ત્ોવટીયા શૂન્ય રન બનાવી રન આઉટ થયો હતો.
જોસ બટલરે પણ ૨૭ રનમાં ૪ સીકસર અને પાંચ ચોકકાની મદૃદૃથી અણનમ ૫૭ રન બનાવ્યા હતા વોિંશગ્ટન સુંદૃર ૭ રન બનાવી મુકેશ ચૌધરીની બોલીંગમાં પટેલના હાથમાં સપડાયો હતો. ચેન્નાઇએ વધારાના ૧૭ રન આપ્યા હતા. આમ ગુજરાતના ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૯ રન થયા હતા. ચૌધરી, જહોન્સન અન્ો કંબોઝન્ો ૧-૧ વિકેટ મળી હતી.
ચેન્નાઇ સુપર કીંગ્સના ઓપનર સંજુ સ્ોમસન અને મેથ્યુ શોર્ટ મેદૃાનમાં ઉતર્યા હતા પરંતુ મોહંમદૃ સીરાજના પ્રથમ બોલેજ સંજુ સ્ોમસન બટલરના હાથમાં ઝીલાયો હતો ત્યારબાદૃ સીરાજની બોલીંગમાં બોલ્ડ થયો હતો ઉર્વીલ પટેલ પણ ત્ોની જ ઓવરમાં શૂન્ય રન્ો પ્રસિધ્ધ ક્રિષ્નાના હાષમાં સપડાતા ચેન્નાઇ મુશ્કેલીમાં આવી ગઈ હતી.
મેથ્યુ શોર્ટ પણ ૨૪ રન બનાવી રબાડાની બોલીંગમાં પ્રસિધ્ધ ક્રિષ્નાના હાથમાં ઝીલાયો હતો. કાર્તિક શર્મા ૧૯ રન બનાવી રન આઉટ થયો હતો. મેચમાં સૌથી વધુ જુમલો નોંધાવનાર શિવમ દૃુબ્ો ૪ ચોક્કા અને ૪ સીકસરની મદૃદૃથી ૧૭ બોલમાં ૪૭ રન બનાવી રાશીદૃખાનની બોલીંગમાં ગીલના હાથમાં ઝીલાયો હતો.
ત્યારબાદૃ અંશુલ કંબોઝ ૧૯ રન બનાવી રાશીદૃખાનની બોલીંગમાં હોલ્ડરના હાથમાં ઝીલાયો હતો. બ્રેવીસ ૮ રન બનાવી રાશીદૃખાનની બોલીંગમાં હોલ્ડરના હાથમાં સપડાયો હતો. ન્ાૂરએહનદૃ ૧ રન બનાવી રબાડાની બોલીંગમાં ત્ોના હાથમાં ઝીલાયો હતો. જોહન્સન શૂન્ય રન બનાવી રબાડાની બોલીંગમાં બટલરના હાથમાં સપડાયો હતો. મુકેશ ચૌધરી ૨ રન બનાવી અણનમ રહૃાો હતો. ગુજરાત્ો વધારાના ૪ રન આપ્યા હતા. આમ ચેન્નાઇ ૧૩.૪ ઓવરમાં ૧૪૦ રન બનાવી ઓલ આઉટ થઇ જતા ગુજરાતનો ૮૯ રનથી વિજય થયો હતો.
સીરાજ, રબાડા અને રાશીદૃન્ો ૩-૩ વિકેટો મળી હતી.