આઈપીએલ-૨૦૨૬ ફાઈનલમાં ગુજરાત સામે બ્ોંગ્લોરનું ‘રોયલ પ્રદૃર્શન:ફાઈનલમાં કોહલીનો ‘વિરાટ દૃેખાવ, અણનમ ૭૫ રન
અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડીયમ ખાત્ો આજે રવિવારે રમાયેલી આઇપીએલ ટી-૨૦ મેચની ફાઇનલ મેચમાં આરસીબીનો ગુજરાત ટાઇટન્સ સામે વિજય થયો હતો. આરસીબીના ઓપનર વિરાટ કોહલી અન્ો વેંકટેશ ઐય્યરે શાનદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કરી ટીમેન્ો સંગીન સ્થિતિમાં લાવી દૃીધી હતી. જોકે ગુજરાતના સ્પીનર રાશીદૃખાન્ો ત્ોની પ્રથમ ઓવરમાં બ્ો પિકેટ મેળવી મેચમાં રોમાંચકતા લાવી દૃીધી હતી. આરસીબીના કપ્તાન રજત પાટીદૃારનો શાનદૃેર કેચ રબાડાએ ઝડપ્યો હતો.
ભૂવન્ોશ્ર્વર-હેઝલવુડન્ો ૨-૨ વિકેટ:વેંકટેશ ઐય્યરના ઝમકદૃાર ૩૨ રન, ટીમ ડેવિડના ૨૪ રન:રાશિદૃ ખાનન્ો બ્ો વિકેટ
શહેરના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે રમાયેલી ગુજરાત ટાઈટન્સ અન્ો રોયલ ચેલેન્જર્સ બ્ોંગ્લોર વચ્ચેની આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સના ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૫ રન થયા હતા. ત્ોના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બ્ોંગ્લોરે વિરાટ કોહલીના અણનમ ૭૫ રનની મદૃદૃથી પાંચ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. આ સાથે રોયલ ચેલેન્જર્સ બ્ોંગ્લોરે ગુજરાત ટાઈટન્સન્ો પાંચ વિકેટે હરાવી સતત બીજી વખત ચેમ્પિયન બન્યું હતું.
આજે આઈપીએલ ટુર્નામેન્ટના ફાઈનલ જંગમાં આરસીબીના કપ્તાન્ો ટોસ જીતીન્ો ગુજરાત ટાઈટન્સન્ો બ્ોટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. વાદૃળછાયા વાતાવરણ વચ્ચે આરસીબીના કપ્તાનનો આ નિર્ણય સફળ થયો હતો.
ગુજરાતના ઓપનર શુભમન ગિલ અન્ો સાંઈ સુદૃર્શન મેદૃાનમાં ઉતર્યા હતા પરંતુ ટીમના ૨૨ રનના જુમલે ગિલ હેઝલવુડની બોલીંગમાં ૧૦ રન બનાવી પાટીદૃારના હાથમાં ઝીલાયો હતો. ત્યારબાદૃ તુરંત જ સાંઈ સુદૃર્શન ૧૨ રન બનાવી ભૂવન્ોશ્ર્વર કુમારની બોલીંગમાં શર્માના હાથમાં સપડાયો હતો.
ત્યારબાદૃ નિશાંત િંસધુ પણ ૨૦ રન બનાવી રસીખ સાલમની બોલીંગમાં પડીકલના હાથમાં ઝીલાયો હતો. આજે બટલર પણ સારો જુમલો નોંધાવવામાં નિષ્ફળ ગયો હતો. ત્ો ૧૯ રન બનાવી કૃણાલ પંડ્યાની બોલીંગમાં સ્ટમ્પ્ડ આઉટ થયો હતો. અરશદૃખાન પણ ૬ બોલમાં ૧૫ રન બનાવી હેઝલવુડની બોલીંગમાં રસીખ સાલમના હાથમાં ઝીલાયો હતો. આમ ગુજરાત ટાઈટન્સના પાંચ બ્ોટરો ૯૯ રન બનાવી પ્ોવેલીયનમાં પરત ફર્યા હતા.
રાહુલ ત્ોવટીયા પણ મેદૃાનમાં ટકી શક્યો ન હતો અને ૭ રન બનાવી રસીખની બોલીંગમાં પાટીદૃારના હાથમાં સપડાયો હતો. ટીમના ૧૪૨ રનના જુમલે હોલ્ડર પણ ૭ રન બનાવી ભૂવન્ોશ્ર્વરની બોલીંગમાં હેઝલવુડના હાથમાં ઝીલાયો હતો. રાશીદૃખાન પણ ૭ રન બનાવી રાસીખની બોલીંગમાં શેફર્ડના હાથમાં ઝીલાયો હતો.
એક તરફથી સતત વિકેટો પડતી રહી હતી ત્યારે ટીમનો આધાર બનીન્ો ઉભેલા વોિંશગ્ટન સુંદૃરે ધૈર્યપ્ાૂર્ણ બ્ોિંટગ કરી ૩૭ બોલમાં અણનમ ૫૦ રન બનાવી ટીમન્ો સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદૃદૃરૂપ બન્યો હતો. ૨૦ ઓવરના અંત્ો રબાડા ૩ રન બનાવી અણનમ રહૃાો હતો. આરસીબીએ વધારાના ૫ રન આપતા ગુજરાત ટાઈટન્સના ૭ વિકેટે ૧૫૫ રન થયા હતા.
રાસીખ સાલમે ૩, ભૂવન્ોશ્ર્વર અન્ો હેઝલવુડે ૨-૨ વિકેટ લીધી હતી. જ્યારે કૃણાલન્ો ૧ વિકેટ ળી હતી.ગુજરાત ટાઈટન્સ્ો આપ્ોલા ૧૫૬ રનના ટાર્ગ્ોટન્ો ચેઝ કરવા ઉતરેલા આરસીબીના ઓપનર વેંકટેસ ઐય્યર અન્ો વિરાટ કોહલીએ ધમાકેદૃાર શરૂઆત કરી હતી. પાવર પ્લેનો ફાયદૃો ઉઠાવતા વેંકટેશ ઐય્યરે ૧૬ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. ઐય્યર મોહમ્મદૃ સિરાઝની બોલીંગમાં ૩૨ રન બનાવી બાઉન્ડ્રી લાઈન ઉપર રબાડાના હાથમાં ઝીલાઈ ગયો હતો. કોહલી અન્ો ઐય્યરે પહેલી વિકેટની ૬૨ રનની ભાગીદૃારી નોંધાવી હતી. જો કે ત્યારબાદૃ આવેલ દૃેવદૃત્ત પડ્ડીકલ રબાડાની ઓવરમાં મોટો શોટ રમવા જતા ૧ રન બનાવી અર્શદૃ ખાનના હાથમાં સપડાઈ ગયો હતો.
સ્ટ્રેટેજીક ટાઈમ આઉટ બાદૃ આરસીબી કેપ્ટન રાશીદૃ ખાનની ઓવરમાં સીક્સ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી લાઈન ઉપર ૧૫ રન બનાવી રબાડાના હાથમાં ઝીલાઈ ગયો હતો. જો કે ત્યારબાદૃ તુરંત જ કૃણાલ પંડ્યા પણ રાશીદૃ ખાનની ઓવરમાં જ એક રન બનાવી એલબીડબલ્યુ આઉટ થયો હતો.
ફાઈનલ મુકાબલામાં હંમેશાની જેમ આજે પણ િંકગ કોહલીએ શાનદૃાર પ્રદૃર્શન કર્યું હતું. કોહલીએ મેચની ૧૨મી ઓવરમાં અર્શદૃ ખાનની બોલીંગમાં ચોગ્ગો ફટકારી ૨૬ બોલમાં પોતાની ફીફટી પ્ાૂરી કરી હતી. જો કે કોહલી સાથે સારી બ્ોટીંગ કરતા ટીમ ડેવીડ મેચની ૧૪મી ઓવરમાં અર્શદૃખાનની બોલીંગમાં ૨૪ રન બનાવી બટલરના હાથમાં સપડાયો હતો. ડેવીડ પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે આરસીબીનો સ્કોર ૧૩.૫ ઓવરમાં ૧૩૨ રનનો હતો. ડેવિડ અન્ો કોહલી વચ્ચે ૪૧ રનની ભાગીદૃારી નોંધાઈ હતી.
જો કે ત્યાર બાદૃ અર્શદૃ ખાનની ઓવરમાં કોહલીના ૬૩ રનના સ્કોરે શુભમન ગિલના હાથમાં કેચ આવી ગયો હતો પરંતુ બોલનો થોડો ભાગ જમીનન્ો અડકી જતા કોહલીન્ો થર્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો.
મેચના અંતમાં વિરાટ કોહલીના અણનમ ૭૫ રન અન્ો જીત્ોશ શર્માના અણનમ ૧૧ રનની મદૃદૃથી ગુજરાતન્ો ૧૮મી ઓવરમાં જ પાંચ વિકેટે હરાવી બીજી વખત આઈપીએલ ટ્રોફી ઉપર કબજો કર્યો હતો.
ગુજરાત ટાઈટન્સ તરફથી રાશીદૃ ખાનન્ો બ્ો વિકેટ મળી હતી. જ્યારે અર્શદૃ ખાન, સિરાઝ અન્ો રબાડાન્ો ૧-૧ વિકેટ મળી હતી.
આઇપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની અત્રે રમાયેલી ફાઇનલ મેચ નિહાળવા માટે સ્ટેડિયમમાં આઇસીસીના ચેરમેન જય શાહ, રાજીવ ગુપ્તા, સૌરવ ગાંગુલી, એ બી ડિવીલયર્સ, અનુરાગ ઠાકુર, વૈભવ સ્ાૂર્યવંશી અનુષ્કા શર્મા, રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.