ડિસ્ટ્રિકટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગેલેક્સી કપનો રંગારંગ પ્રારંભ

આવતીકાલે રમાશે ફાઈનલ મુકાબલો

ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોશિએશન રાજકોટ અને ધ ગેલેક્સી સ્કૂલ વાડીના સંયુક્ત ઉપક્રમે અવધ રોડ ખાતે નસ્ત્રગેલેક્સી કપનસ્ત્ર અંડર-14 અને અંડર-17 ઓપન રાજકોટ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ થયો છે. મેચના પરિણામોમાં અંડર- 14: પ્રથમ મેચમાં ટીજીએસ વાડીએ ગ્રીનવૂડ ઇન્ટરનેશનલ સ્કૂલને 6-0 થી પરાજય આપ્યો હતો. જ્યારે બીજી મેચમાં એસજીવીપી રીબડાએ સન શાઇન સ્કૂલને 5-0 થી મહાત આપી હતી. જ્યારે અંડર-17: પ્રથમ મુકાબલામાં એસજીવીપી રીબડાની ટીમે ગ્રીન વૂડ ઇન્ટરનેશનલ સ્કૂલને 5-0 થી હરાવી હતી. બીજા મેચમાં ટીજીએસ વાડીની ટીમે સન શાઇન સ્કૂલ સામે 3-0 થી ભવ્ય જીત મેળવી આગેકૂચ કરી છે. આજે બંને કેટેગરીના લીગ મેચ રમાડવામાં આવશે. જ્યારે ટુર્નામેન્ટ નો ફાઇનલ મેચ 17-6-2026 ના રોજ સવારે આઠ કલાકે અને 9:30 કલાકારો રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ડીસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનના ગુણવંતભાઈ ડેલાવાળા, બી.કે. જાડેજા, રોહિત બુંદેલા, અમૃતલાલ બૈરાશી, દિપક યશવંતે, જીતેન્દ્ર આંબલીયા, છોટુભાઈ કાચા, સાહિદ માલિક અને ગેલેક્સી સ્કૂલના સુનિલ ગુશાઈ, અનિલભાઈ, વિરલભાઈ, અને જીતેન્દ્ર ગરાળા, વગેરે સ્પોર્ટ્સ ટીચરો જેહમત ઉઠાવી રહેલ છે.

રિલેટેડ ન્યૂઝ