ફૂટબોલનો ફિફા વર્લ્ડ કપના માહોલ વચ્ચે રાજકોટમાં પણ અંડર 14 ગર્લ્સ ટુર્નામેન્ટની તૈયારી
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોશિએશન રાજકોટ, જીનીયસ સ્કૂલ અને એક્સપ્રેસ ઈન્ડિયા એલિવેટર કંપની દ્વારા તારીખ 16.6.26 થી અંડર 14 ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટ નું શાનદાર આયોજન માસ્ટર એફસી ફૂટબોલ ગ્રાઉંડ, રેસ કોર્સ ખાતે કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટ માં ડીએલએસએસ , વાયસીસી, એસએનકે સ્કૂલ, નિર્મલા કોન્વેંટ, માસ્ટર એફસી અને જીનીયસ સ્કૂલ ની ટીમો એ ભાગ લીધેલ.
તારીખ 16.6.2026 ના રોજ રમાયેલ મેચ માં વાયસીસી ની ટીમે એસએનકે સ્કૂલ ની ટિમ ને 4-0 થી, માસ્ટર એફસી ની ટીમે જીનીયસ સ્કૂલની ટિમને 5-0 થી મહાત આપેલ.
19.6.26 ના રોજ સેમી ફાઇનલ અને ત્યાર પછી ફાઇનલ મેચ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટ માંથી ડિસ્ટ્રિક્ટ ટીમનું સિલેકશન કરવામાં આવશે તથા ગર્લ્સ ની અંડર 17 અને સીનીયર ગર્લ્સ ની ટુર્નામેન્ટ પણ સળંગ રમાડવામાં આવશે.
ટુર્નામેન્ટને સફળ બનાવવા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ આસોસીએસનના શ્રી ગુનવંતભાઈ ડેલાવાળા, શ્રી બી. કે. જાડેજા, શ્રી રોહિત બુંદેલા, શ્રી અમૃતલાલ બૌરાસી, દીપક યશવંતે, અમીત સિયાળીયા, ભરત સિયાળીયા, મનદીપસિંહ બારડ, આશીષ ગુરુગ, સંજય પંડ્યા, જગદીપ વ્યાસ, કીર્તિ દવે વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.
