વિશ્ર્વ ચેમ્પિયન ભારતનું આયર્લેન્ડ સામે નિરાશાજનક પ્રદૃર્શન
લોર્કન ટકરની ફીફટી:ડેલેનીના ૩૨ બોલમાં ૪૯ રન:અભિષેક શર્માના ૫૦ રન:ડેબ્યૂ મેચ રમી રહેલા મેથ્યુ હોલાર્ડે ૨૮ રનમાં ૩ વિકેટ લીધી
વિશ્ર્વ ચેમ્પિયન ભારતને આયર્લેન્ડ સામે ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં ૩૪ રનથી હારનો સામનો કરવો પડ્યો. આયર્લેન્ડનો આ પહેલો આંતરરાષ્ટ્રીય વિજય હતો. સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાયેલી ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં આયર્લેન્ડે ૯ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. ભારતનું બેિંટગ પ્રદૃર્શન ૧૯મી ઓવરમાં ૧૪૮ રનમાં સમેટાઈ ગયું હતું. આયર્લેન્ડે બે મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી હતી. ભારતીય કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરનો આ પહેલો મેચ હતો. ટી૨૦ વર્લ્ડ કપ જીતવા છતાં, સૂર્યકુમાર યાદૃવના સ્થાને ઐયરને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આયર્લેન્ડ સારી શરૂઆત કરી શક્યું નહીં. ટીમે ૭.૧ ઓવરમાં ૫૧ રનમાં ચાર વિકેટ ગુમાવી દૃીધી. ત્યારબાદૃ કેપ્ટન લોર્કન ટકરે ગેરેથ ડેલાની સાથે પાંચમી વિકેટ માટે ૬૪ રનની ભાગીદૃારી કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો. ટકર ૩૬ બોલમાં ૫૦ રન બનાવીને આઉટ થયો, જેમાં તેણે બે છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા. ડેલેનીએ જ્યોર્જ ડોકરેલ સાથે છઠ્ઠી વિકેટ માટે ૪૯ રન ઉમેર્યા. ડોકરેલ ૧૦ બોલમાં ૧૯ રન બનાવીને આઉટ થયો. ત્યારબાદૃ ડેલેની ૩૨ બોલમાં ૪૯ રન બનાવીને આઉટ થયો, જેમાં તેણે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા.
ડેલેનીની ઇિંનગ્સે આયર્લેન્ડને ૧૮૨ રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. લિયામ મેકકાર્થી સાત રન બનાવીને આઉટ થયો. આયર્લેન્ડે ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૮૨ રન બનાવ્યા. હર્ષિત રાણાએ ત્રણ અને અર્શદૃીપ િંસહે બે વિકેટ લીધી. વોિંશગ્ટન સુંદૃર અને પ્રખ્યાત કૃષ્ણા મોંઘા હતા. સુંદૃરે એક ઓવરમાં ૧૯ રન આપ્યા, જ્યારે પ્રખ્યાત કૃષ્ણાએ ચાર ઓવરમાં ૫૭ રન આપ્યા.
ભારતીય ટીમને બીજી ઓવરમાં સંજુ સેમસનના રૂપમાં પહેલો ફટકો પડ્યો. અભિષેક શર્મા એક છેડેથી ઝડપથી રન બનાવી રહૃાો હતો, પરંતુ ઇશાન કિશન (૧) અને શ્રેયસ ઐયર (૩) કોઈ ખાસ અસર કરવામાં નિષ્ફળ રહૃાા. અભિષેકે ૧૯ બોલમાં પોતાની ફિટી પૂરી કરી પરંતુ ૨૦મા બોલ પર આઉટ થયો. તેણે ૭ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદૃદૃથી ૫૦ રન બનાવ્યા. ઉપ-કપ્તાન તિલક વર્મા ૨૧ બોલમાં ૧૯ રન બનાવ્યા બાદૃ ૫મા બેટ્સમેન તરીકે આઉટ થયા. વોિંશગ્ટન સુંદૃર ૧૨ બોલમાં ફક્ત ૯ રન બનાવ્યા. ભારતને ૧૨મી ઓવરમાં છઠ્ઠો ફટકો પડ્યો જ્યારે ટીમનો સ્કોર ૧૦૦ પર હતો. અક્ષર પટેલ અને શિવમ દૃુબેએ ૨૪ બોલમાં ૭મી વિકેટ માટે ૩૫ રનની ભાગીદૃારી કરી. ૧૬મી ઓવરમાં દૃુબે (૨૫) અને ૧૭મી ઓવરમાં અક્ષર (૨૫) ના આઉટ થતાં ભારતનો હાર નિશ્ર્ચિત થઈ ગયો. આયર્લેન્ડ માટે પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા મેથ્યુ હોલાર્ડે ૨૮ રનમાં ૩ વિકેટ લીધી. ભારતીય મૂળના જય મુન્દ્રાએ ૨ વિકેટ લીધી. તેણે પોતાની ચાર ઓવરમાં ફક્ત ૨૬ રન આપ્યા. ડાબોડી સ્પિનર મેથ્યુ હમ્ફ્રીસે પણ ત્રણ વિકેટ લીધી.
