૪ નવા ચહેરાને તક, િંરકુ િંસહનું કમબેક
બીસીસીઆઇએ જુલાઈમાં યોજાનાર ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ૧૫ સભ્યોની ટી-૨૦ટીમની જાહેરાત કરી દૃીધી. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું નથી. બોર્ડે તેમને બહાર રાખવાનું કોઈ કારણ જણાવ્યું નથી. જ્યારે, ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને સતત બીજી સિરીઝ માટે ટીમમાં રાખવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડ પ્રવાસની ટી-૨૦ ટીમની સરખામણીમાં ભારતે ૬ ફેરફારો કર્યા છે. િંરકુ િંસહ અને મયંક યાદૃવની વાપસી થઈ છે, જ્યારે પ્રભસિમરન િંસહ, યશ ઠાકુર, અશોક શર્મા અને હર્ષ દૃુબેને પ્રથમ વખત ટી-૨૦ ઈન્ટરનેશનલ ટીમમાં પસંદૃ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ શિવમ દૃુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સંજુ સેમસન બહાર, કારણ જણાવ્યું નથી
બીસીસીઆઇએએ સંજુ સેમસનને ઝિમ્બાબ્વે પ્રવાસની ટી-૨૦ ટીમમાંથી બહાર રાખ્યો છે, પરંતુ તેમને આરામ આપવામાં આવ્યો છે કે ખરાબ ફોર્મના કારણે બહાર કરવામાં આવ્યો છે તે જણાવ્યું નથી. સેમસને તાજેતરમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ ઇિંનગ્સમાં ૫, ૦ અને ૧ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ સામેની બીજી ટી-૨૦ માં પણ તેમને પ્લેઇંગ-૧૧માંથી બહાર રાખીને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.