Jai Hind

ક્રિકેટ રસિકો માટે મોટા સમાચાર: 2027 વનડે વર્લ્ડ કપના ફોર્મેટમાં ICCએ કર્યો મોટો ફેરફાર!

ક્રિકેટ જગતની સૌથી મોટી અને રોમાંચક ટુર્નામેન્ટ એટલે કે ‘આઈસીસી મેન્સ વનડે વર્લ્ડ કપ 2027’ હવે એક તદ્દન નવા અંદાજમાં રમાવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા ટુર્નામેન્ટના ફોર્મેટમાં કેટલાક ધરમૂળથી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારો પાછળનો હેતુ એ છે કે ટુર્નામેન્ટની પહેલી જ મેચથી લઈને ફાઇનલ સુધી દર્શકોનો રોમાંચ અને મેચોની ટક્કર જોરદાર બની રહે. જો કે, આ વખતે પણ મેદાનમાં 14 ટીમો જ ઊતરશે, પરંતુ વર્લ્ડ કપ જીતવાનો રસ્તો ઘણો કઠિન બનવાનો છે.

શું છે નવું ફોર્મેટ? સમજો આખી ગણતરી:

નવા નિયમો મુજબ, હવે ગ્રુપ સ્ટેજ પહેલા એક નવો રોમાંચક તબક્કો ઉમેરાયો છે:

ICC એ કેમ કરવો પડ્યો આ ફેરફાર?

એડિનબર્ગમાં મળેલી ICC બોર્ડની વાર્ષિક બેઠકમાં આ નવા ફોર્મેટ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, આ ફેરફાર કરવા પાછળના મુખ્ય કારણો આ મુજબ છે:

  1. દરેક મેચનું મહત્વ વધે અને કોઈ પણ ટીમ મેચને હળવાશથી ન લે.
  2. નાની અને ઉભરતી ટીમોને મોટા મંચ પર પોતાની પ્રતિભા સાબિત કરવાની પૂરતી તક મળે.
  3. વિશ્વભરના ક્રિકેટ ચાહકોને શરૂઆતથી જ હાઈ-વોલ્ટેજ મેચો જોવા મળે.

ક્યારે અને ક્યાં રમાશે ૨૦૨૭ નો વર્લ્ડ કપ?