Jai Hind

જસદણમાં શાળાકીય રમતોત્સવમાં વિવિધ રમતોમાં 370 ખેલાડીઓએ ભાગ લીધો

જસદણ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલા 70મા શાળાકીય રમતોત્સવના બીજા દિવસે અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 વિભાગની કુલ 370 બહેન ખેલાડીઓએ દોડ, ગોળાફેક, ચક્રફેક, લાંબી કૂદ, ઊંચી કૂદ સહિતની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે રમતોત્સવના ભૂતપૂર્વ ક્ધવીનર તથા માર્ગદર્શક શ્રી લાવડીયાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, સમયપાલન, ખેલદિલીની ભાવના અને હાર-જીતને સમભાવથી સ્વીકારી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.