ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આગામી ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીના સત્તાવાર સમયપત્રકની જાહેરાત કરી દૃેવામાં આવી છે. આ શ્રેણીમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સત્તાવાર યજમાનની ભૂમિકા ભજવશે. અફઘાનિસ્તાનની આંતરિક સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ સમગ્ર શ્રેણી ભારતમાં દિૃલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાશે. તાજેતરમાં આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેથી અફઘાનિસ્તાન સામેની આ હોમ સીરિઝ ભારતીય ટીમ માટે કમબેક કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સુરક્ષાના કારણે ભારતના સ્ટેડિયમ્સને પોતાના ’હોમ ગ્રાઉન્ડ’ તરીકે વાપરે છે. દિૃલ્હીની પિચો સ્પિન બોિંલગ માટે અનુકૂળ હોવાથી અફઘાનિસ્તાને આ મેદૃાન પસંદૃ કર્યું છે. રાશિદૃ ખાન, મુજીબ ઉર રહમાન અને નૂર અહેમદૃ જેવા દિૃગ્ગજ સ્પિનરોની હાજરીમાં અફઘાન ટીમ ભારતને તેની જ ધરતી પર આકરો પડકાર આપવા સક્ષમ છે.