Jai Hind

આઈસીસી વનડે વર્લ્ડકપ ક્વોલિફાયરની તારીખો જાહેર થઈ

વનડે વર્લ્ડકપ આવતા વર્ષે રમાશે, પરંતુ આઈસીસી તેની તૈયારીઓમાં સતત વ્યસ્ત છે. હવે સમાચાર આવ્યા છે કે વનડે વર્લ્ડકપ માટે ક્વોલિફાયરની તારીખો જાહેર થઈ ગઈ છે, આઈસીસીએ પુષ્ટિ આપી છે કે મેચ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રમાશે. આઈસીસીએ પહેલાથી જ ફોર્મેટની જાહેરાત કરી દૃીધી છે, જે ખૂબ જ રસપ્રદૃ છે. પરંતુ ક્વોલિફાયરનું સ્થાન હજુ સુધી નક્કી થયું નથી.
આગામી વર્ષે યોજાનાર વનડે વર્લ્ડકપ ૨૦૨૭ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે ક્વોલિફાયર ૨૨ ફેબ્રુઆરીથી ૨૩ માર્ચ સુધી રમાશે, જે લગભગ એક મહિનાનો સમયગાળો છે. આ પછી કઈ ટીમો વર્લ્ડકપમાં ભાગ લેશે તે જાણી શકાશે. પરંતુ વર્લ્ડકપની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, એવું માનવામાં આવે છે કે આ ટુર્નામેન્ટ ૪ ઓક્ટોબરથી ૧૧ નવેમ્બર સુધી રમાશે. આ વર્ષે વર્લ્ડકપનું આયોજન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે કરશે. કુલ ૧૨ સ્ટેડિયમમાં મેચો યોજાશે.
ક્વોલિફિકેશન ફોર્મેટની વાત કરીએ તો કુલ ૧૦ ટીમો ભાગ લેશે. વિજેતા ટીમો ૧૪ દૃેશોના વનડે વર્લ્ડકપ માટે સીધી ક્વોલિફાય થશે. બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો પહેલા સુપર સિરીઝમાં ભાગ લેશે. ટોપની ટીમ ૧૨ ટીમોના ગ્રુપનો ભાગ હશે અને વર્લ્ડકપમાં આગળ વધશે. પરંતુ સુપર સિરીઝ પણ વર્લ્ડકપનો એક ભાગ હશે. હવે સવાલ એ છે કે ૧૦ ટીમોના ક્વોલિફાયરમાં કોણ રમશે. આઈસીસીએ નક્કી કર્યું છે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં આઈસીસી વનડે રેર્િંન્કગમાં ટોપ ૮માં સ્થાન મેળવનાર ટીમો સીધી ક્વોલિફાઈ થશે. નીચેની બે ટીમોએ ક્વોલિફાયરમાં રમવું પડશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે, યજમાન તરીકે, પહેલાથી જ પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે. આનો અર્થ એ છે કે રેર્િંન્કગમાં નીચેની ૨ ટીમો, ક્રિકેટ વર્લ્ડકપ લીગ ૨ પોઈન્ટ ટેબલમાં ટોપની ૪ ટીમો અને વર્લ્ડકપ ક્વોલિફાયર પ્લેઓફમાંથી ૪ ટીમો, કુલ ૧૦.
આ દૃરમિયાન તમારે એ પણ જાણવું જોઈએ કે ક્વોલિફાયર પ્લેઓફમાં કઈ અને કેટલી ટીમો હશે. અહીં ૮ ટીમો ભાગ લેશે. ક્રિકેટ વર્લ્ડકપ લીગ ૨માં નીચેની ચાર ટીમો, એટલે કે પોઈન્ટ ટેબલ પર ૫ થી ૮ ક્રમાંકિત ટીમો, અને ચેલેન્જર્સ લીગની ચાર ટીમો ભાગ લેશે.