સિરીઝની ત્રણેય મેચો દિૃલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ૩ મેચોની ટી૨૦ સિરીઝનું શેડ્યૂલ સામે આવ્યું છે. આ સિરીઝ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં દિૃલ્હી ખાતે રમાશે. આ પહેલાં જૂનમાં બંને દૃેશો વચ્ચે ૧ ટેસ્ટ અને ૩ વનડે મેચોની સિરીઝ રમાઈ હતી, જે બાદૃ હવે બંને ટીમો ટી૨૦ સિરીઝ માટે સામસામે ટકરાવા તૈયાર છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે સ્ટેકહોલ્ડર્સને લખેલા એક પત્રમાં આ સિરીઝ અંગે માહિતી આપી હતી. આ પત્ર મુજબ સિરીઝની ત્રણેય મેચો ૧૩, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ દિૃલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ આ તારીખો પર પોતાની સહમતી દૃર્શાવી દૃીધી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ નસીબ ખાને બોર્ડના કમર્શિયલ પાર્ટનર્સને એક પત્રમાં જણાવ્યું હતું કે, ’અફઘાનિસ્તાન બોર્ડ આ વાતની પુષ્ટિ કરે છે કે અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ (૨૦૨૬) ૧૩ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. બોર્ડ એ પણ સ્પષ્ટ કરે છે કે ટુર્નામેન્ટની તારીખો બીસીસીઆઈ સાથે નક્કી કરી મંજૂર કરવામાં આવી છે અને મેચોના સ્થળ પણ ફાઇનલ કરી લેવામાં આવ્યા છે.’
અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બોર્ડના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ’સંબંધિત અધિકારીઓ દ્વારા આ ઈવેન્ટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં આવી નથી.
