ભારત અને પાકિસ્તાનની ટીમને અલગ-અલગ ક્વાર્ટર ફાઈનલમાં અપાયુ સ્થાન
જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે શરૂઆતના તબક્કામાં કોઈ મુકાબલો નહીં થાય. બંને ટીમોને અલગ-અલગ ક્વાર્ટર ફાઇનલમાં રાખવામાં આવી છે. જેના કારણે ફેન્સે સંભવિત મહામુકાબલા માટે નોકઆઉટ સ્ટેજ સુધી રાહ જોવી પડશે. એશિયન ગેમ્સનું આયોજન ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર દૃરમિયાન થવાનું છે. જ્યારે ક્રિકેટની મેચો ૧૭ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દૃરમિયાન રમાશે.
ભારતીય પુરુષ ટીમને પાકિસ્તાન, બાંગ્લાદૃેશ અને શ્રીલંકા જેવી અન્ય એશિયન દિૃગ્ગજ ટીમો સાથે સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતને ક્વાર્ટર ફાઇનલ ૨માં રાખવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાન ક્વાર્ટર ફાઇનલ ૧માં રમશે. બંને વચ્ચે મેચ ૨૮ સપ્ટેમ્બરે યોજાશે. સેમિફાઇનલ ડ્રો મુજબ બંને પ્રતિદ્વંદ્વીઓ અંતિમ ચારમાં સામસામે નહીં આવી શકે. જો બંને ટીમો પોતપોતાની મેચ જીતી જશે, તો તેમની વચ્ચે માત્ર ફાઇનલ કે બ્રોન્ઝ-મેડલ પ્લે-ઓફમાં જ ટક્કર થઈ શકે છે.
તમામ ક્રિકેટ મેચ નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં ટી-૨૦ ફોર્મેટમાં રમાશે.
