ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશન દ્વારા આયોજિત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત જૂનિયર બોય્જ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 નું આયોજન ગાંધીનગર ખાતે તારીખ 25.08.2026 થી 02.09.2026 દરમિયાન કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટ માં રાજકોટ જીલ્લા સહીતની ગુજરાત ના 21 જીલ્લા ની ટીમો સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ છે. બધી ટીમોને 7 ગ્રુપમાં વહેચવામાં આવેલ છે. ગ્રુપ અ માં બનાસકાંઠા, કચ્છ અને પંચમહાલની ટીમો છે. ગ્રૂપ ઇ માં ભરુચ, બરોડા અને ગાંધીનગરની ટીમો, ગ્રૂપ ઈ માં સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગરની ટીમો છે. ગ્રૂપ ઉ માં તાપી, મહેસાણા અને અમદાવાદની ટીમો છે. ગ્રૂપ ઊ માં વલસાડ, દેવભૂમિ દ્વારિકા અને છોટાઉદેપુરની ટીમો છે. ગ્રૂપ ઋ માં મોરબી, રાજકોટ અને જામનગરની ટીમો છે. અને ગ્રૂપ ૠ માં સુરત, બોટાદ અને આણંદ ની ટીમોને રાખવામા આવી છે. ગ્રુપ સ્ટેજના મેચ આજ રોજથી ચાલુ થયેલ છે
રાજકોટ ની ટીમ તારીખ 27.08.2026 ના રોજ રવાના થસે અને 28.08.2026 ના રોજ પ્રથમ મેચ મોરબી સામે, બીજો મેચ તારીખ 29.08.2026 ના જામનગર જિલ્લાની ટીમ સામે રમશે.
રાજકોટ જિલ્લાની ટીમમાં રેહાંસ ભુટાની, ધાર્મિત શાહ, ધૈર્ય ભટ્ટ, વિહાન રૂઘાની, જક્ષ બરંડા, અયાન કાશવાની, પ્રાંશું પધાડીયા, માનવીરસિંહ જાડેજા, આરવ અંકોલા, કૃષ્ણરાજસિંહ જાડેજા, જિનય મેહતા, હેનિલ કનેરિયા, વિયાન ઉપાધ્યાય, અર્ણવ શર્મા, મયંક નાયક, અંશ ગીરી, વિરભદ્ર ત્રિવેદી, પ્રેમકુમાર અરમૂરગન, આરવ પરમાર અને રુદ્રારાજસિંહ ગોહિલ છે. ટીમ ની સાથે મેનેજર જયકિશન કાચા અને કોચ સંજય પંડ્યાને નિયુકત કરવામાં આવેલ છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા, આર.સી.સી. બેન્કના ડો. પુરસોત્તમભાઈ પીપળીયા, પ્રકાસભાઈ સંખાવાલા તથા સેક્રેટરી રોહિત બુંદેલા, અમૃતલાલ બૌરાસી, દિપક યશવંતે, અમીત સિયાળીયા, યુવરાજ પૂન, મોન્ટુ ગુરુગ, મંદીપસિંહ બારડ સહિતના એસોસિએશનના સભ્યો દ્વારા ટીમને સુભેચ્છા પાઠવવામા આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ