એશિયન ગેમ્સ-૨૦૨૬ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર ભારત-પાકિસ્તાનની ક્વાર્ટર ફાઈનલમાં થશે ટક્કર

પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ ૩ ઓક્ટોબરે રમાશે

વિમેન્સ કેટેગરીમાં ભારતીય ટીમ ૧૮ સપ્ટેમ્બરના રોજ જાપાન સામે ટકરાશે

એશિયન ગેમ્સ ૨૦૨૬ ક્રિકેટ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દૃઈએ કે ભારત, બાંગ્લાદૃેશ, પાકિસ્તાન અને શ્રીલંકાને સીડેડ ટીમમાં રાખવામાં આવ્યા છે. પુરુષોની કેટેગરીમાં, નેપાળ અને અફઘાનિસ્તાનને ગ્રુપ-એ માં રાખવામાં આવ્યા છે. યજમાન જાપાન પણ ગ્રુપ-એ માં છે.
ગ્રુપ-બી માં હોંગકોંગ, મલેશિયા અને ઓમાનનો સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાન ગ્રુપ સ્ટેજ મેચને છોડીને સીધા એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરશે. બાંગ્લાદૃેશ અને શ્રીલંકાએ પણ સીધા ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ ૩ ઓક્ટોબરે રમાશે.
વિમેન્સ ગેમ્સમાં કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. ભારત, જાપાન, બાંગ્લાદૃેશ, ચીન, શ્રીલંકા, મલેશિયા, પાકિસ્તાન અને થાઇલેન્ડની ટીમો એશિયન ગેમ્સમાં ભાગ લેશે. મેન્સની દૃુનિયામાં ભારતની પહેલી મેચ ૨૮ સપ્ટેમ્બરના રોજ થશે. આ ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે ૨:૦૦ વાગ્યે રમાશે. આ મેચ હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. વિમેન્સ કેટેગરીમાં ભારતીય ટીમ ૧૮ સપ્ટેમ્બરના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે જાપાન સામે ટકરાશે.
વિમેન્સ ક્રિકેટનું શેડ્યૂલ
૧૭ સપ્ટેમ્બર (ગુરુવાર), સવારે ૯:૦૦ વાગ્યે: બાંગ્લાદૃેશ વિરુદ્ધ ચીન
૧૭ સપ્ટેમ્બર (ગુરુવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: પાકિસ્તાન વિરુદ્ધ થાઈલેન્ડ
૧૮ સપ્ટેમ્બર (શુક્રવાર), સવારે ૯:૦૦ વાગ્યે: શ્રીલંકા વિરુદ્ધ મલેશિયા
૧૮ સપ્ટેમ્બર (શુક્રવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: ભારત વિરુદ્ધ જાપાન
૨૦ સપ્ટેમ્બર (રવિવાર), સવારે ૯:૦૦ વાગ્યે: પ્રથમ સેમી-ફાઈનલ (ઝ્ર્૦૨ના વિજેતા વિરુદ્ધ ઝ્ર્૦૩ ના વિજેતા)
૨૦ સપ્ટેમ્બર (રવિવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: બીજો સેમી-ફાઈનલ (ઝ્ર્૦૧ના વિજેતા વિરુદ્ધ ઝ્ર્૦૪ ના વિજેતા)
૨૨ સપ્ટેમ્બર (મંગળવાર), સવારે ૯:૦૦ વાગ્યે: બ્રોન્ઝ મેડલ મેચ
૨૨ સપ્ટેમ્બર (મંગળવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: ફાઈનલ
એશિયન ગેમ્સના પુરુષોના ક્રિકેટનું શેડ્યૂલ
૨૪ સપ્ટેમ્બર (ગુરુવાર), સવારે ૯:૦૦ વાગ્યે: અફઘાનિસ્તાન વિરુદ્ધ જાપાન
૨૪ સપ્ટેમ્બર (ગુરુવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: હોંગકોંગ (ચીન) વિરુદ્ધ મલેશિયા
૨૫ સપ્ટેમ્બર (શુક્રવાર), સવારે ૯:૦૦ વાગ્યે: હોંગકોંગ (ચીન) વિરુદ્ધ ઓમાન
૨૫ સપ્ટેમ્બર (શુક્રવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: અફઘાનિસ્તાન વિરુદ્ધ નેપાળ
૨૬ સપ્ટેમ્બર (શનિવાર), સવારે ૯:૦૦ વાગ્યે: જાપાન વિરુદ્ધ નેપાળ
૨૬ સપ્ટેમ્બર (શનિવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: મલેશિયા વિરુદ્ધ ઓમાન
૨૮ સપ્ટેમ્બર (સોમવાર), સવારે ૯:૦૦ વાગ્યે: ક્વાર્ટર ફાઈનલ: પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ મ્માં બીજા ક્રમે રહેલી ટીમ
૨૮ સપ્ટેમ્બર (સોમવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: ક્વાર્ટર ફાઈનલ: ભારત વિરુદ્ધ ગ્રુપ છમાં બીજા ક્રમે રહેલી ટીમ
૨૯ સપ્ટેમ્બર (મંગળવાર), સવારે ૯:૦૦ વાગ્યે: ક્વાર્ટર ફાઈનલ: શ્રીલંકા વિરુદ્ધ ગ્રુપ છ વિજેતા
૨૯ સપ્ટેમ્બર (મંગળવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: ક્વાર્ટર ફાઈનલ: બાંગ્લાદૃેશ વિરુદ્ધ ગ્રુપ બી વિજેતા
૧ ઓક્ટોબર (ગુરુવાર), સવારે ૯:૦૦ વાગ્યે: પ્રથમ સેમી-ફાઈનલ (ક્વાર્ટર ફાઈનલ ઝ્ર્૧૫ ના વિજેતા વિરુદ્ધ ઝ્ર્૧૮ ના વિજેતા)
૧ ઓક્ટોબર (ગુરુવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: સેમી-ફાઈનલ ૨ (ક્વાર્ટર ફાઈનલ ઝ્ર્૧૬ ના વિજેતા વિરુદ્ધ ઝ્ર્૧૭ ના વિજેતા)
૩ ઓક્ટોબર (શનિવાર), સવારે ૯:૦૦ વાગ્યે: બ્રોન્ઝ મેડલ મેચ
૩ ઓક્ટોબર (શનિવાર), બપોરે ૨:૦૦ વાગ્યે: ફાઈનલ

રિલેટેડ ન્યૂઝ