ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહૃાું છે, જેની સીધી અસર ખેલાડીઓ પર પડશે. અત્યાર સુધી, ખેલાડીઓને તેમના સારા પ્રદૃર્શન અને સીનિયોરીટીના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હતો. જો કે, મ્ઝ્રઝ્રૈં હવે મેચ ઉપલબ્ધતાને મુખ્ય જરૂરિયાત બનાવવાનું વિચારી રહૃાું છે. સરળ શબ્દૃોમાં કહીએ તો, બોર્ડ ધ્યાનમાં લેશે કે તેઓ કેટલી મેચ ફિટ હતા અને રમવા માટે ઉપલબ્ધ હતા. હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં, ટીમ ઇન્ડિયાના ઘણા મુખ્ય ખેલાડીઓ વારંવાર ઘાયલ થયા છે, જેના પરિણામે તેઓ ઘણી મેઈન મેચો ગુમાવી રહૃાા છે.