૯ છગ્ગા અને ૪૯ બોલમાં સદૃી ફટકારી બાંગ્લાદેશ સામે એશિયન ગેમ્સમાં શેફાલી વર્માની તોફાની બેટિંગ

ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ બાંગ્લાદૃેશી બોલરોની બરાબરની ધોલાઈ કરી

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદૃાર પ્રદૃર્શન કરીને ફાઈનલમાં પહોંચવાની દિૃશામાં મોટું પગલું ભર્યું છે. ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ બાંગ્લાદૃેશી બોલરોની બરાબરની ધોલાઈ કરીને મેદૃાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદૃ વરસાવી દૃીધો હતો. શેફાલીએ વિસ્ફોટક અંદૃાજમાં અણનમ સદૃી ફટકારીને આ મહત્વપૂર્ણ મેચમાં ટીમ ઈન્ડિયાને અત્યંત મજબૂત સ્થિતિમાં પહોંચાડી દૃીધી છે. શેફાલી વર્માએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને બાંગ્લાદૃેશના બોલરોને જરાય સ્થિર થવા દૃીધા નહોતા. તેણે ૨૦૪.૦૮ની શાનદૃાર સ્ટ્રાઈક રેટ સાથે બેિંટગ કરતા માત્ર ૪૯ બોલમાં અણનમ ૧૦૦* રન બનાવ્યા હતા. શેફાલીની આ ધમાકેદૃાર ઈિંનગમાં ૩ ચોગ્ગા અને ૯ ગગનચુંબી છગ્ગા સામેલ હતા. ટોસ જીતીને પહેલા બેિંટગ કરવા ઉતરેલી ભારતીય ટીમને સારી શરૂઆત મળી હતી. શેફાલી અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે ૭૨ રન જોડ્યા હતા. સ્મૃતિ ૩૭ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ હતી અને ત્યારબાદૃ બીજી વિકેટ પણ સસ્તામાં પડી ગઈ હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં શેફાલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ઈિંનગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૫ બોલમાં ૯૪ રનની શાનદૃાર ભાગીદૃારી નોંધાઈ હતી, જેમાં હરમનપ્રીતે ૪૦ રનનું યોગદૃાન આપ્યું હતું. શેફાલીની તોફાની બેિંટગના દૃમ પર ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૫ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

રિલેટેડ ન્યૂઝ