એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટ આજે ભારત-શ્રીલંકા મહિલાઓ વચ્ચે ગોલ્ડ મેડલ માટે ટક્કર

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અત્યાર સુધી શાનદૃાર પ્રદૃર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં જાપાનને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદૃ સેમિફાઇનલમાં બાંગ્લાદૃેશને એકતરફી મુકાબલામાં હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ભારતીય ટીમની નજર શ્રીલંકા સામેની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે.તાજેતરમાં રમાયેલા એશિયા કપની ફાઇનલમાં પણ ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. જોકે, એશિયન ગેમ્સની ફાઇનલમાં શ્રીલંકાની ટીમને હળવાશથી લેવાની ભૂલ ભારત કરી શકે નહીં. ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે અને હવે ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૃૂર છે.
ભારતીય ટીમની બેિંટગ લાઇનઅપ મજબૂત છે. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહૃાાં છે. બંને બેટરો પોતાની આક્રમક બેિંટગથી શરૂઆતમાં જ વિરોધી ટીમ પર દૃબાણ બનાવી શકે છે.બાંગ્લાદૃેશ સામેની સેમિફાઇનલમાં શેફાલી વર્માએ શાનદૃાર સદૃી ફટકારી હતી. તેના આ પ્રદૃર્શનથી ફાઇનલ પહેલા ટીમનો આત્મવિશ્ર્વાસ વધ્યો છે.મિડલ ઓર્ડરમાં ગુંજનલ કમલિની અને હરમનપ્રીત કૌર પાસેથી મોટી ઇિંનગ્સની અપેક્ષા રહેશે. હરમનપ્રીતે બાંગ્લાદૃેશ સામે ૪૦ રન બનાવ્યા હતા. વિકેટકીપર રિચા ઘોષ અને ભારતી ફુલમાલા પણ તક મળ્યે ટીમ માટે ઉપયોગી રન બનાવી શકે છે. ખાસ કરીને રિચા ઘોષ પાસેથી ફાઇનલમાં સારા પ્રદૃર્શનની આશા રહેશે.
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમની બોિંલગ અત્યાર સુધી અસરકારક રહી છે. ટીમે પોતાના મુકાબલામાં વિરોધી બેટરોને વધુ તક આપી નથી. ભારતીય બોલરોના શાનદૃાર પ્રદૃર્શનને ટીમની સફળતાનું એક મહત્વનું કારણ માનવામાં આવી રહૃાું છે.નંદિૃની શર્મા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ અને શ્રેયંકા પાટિલે પોતાની બોિંલગથી પ્રભાવ પાડ્યો છે. આ ખેલાડીઓએ મહત્વની વિકેટો ઝડપી છે અને વિરોધી ટીમના બેિંટગ ક્રમને મુશ્કેલીમાં મૂક્યો છે.શ્રી ચરણીના પ્રદૃર્શન પર ખાસ નજર રહેશે. તેણે તાજેતરના મુકાબલાઓમાં પોતાની પ્રતિભા દૃર્શાવી છે. ફાઇનલમાં પણ ભારતીય ટીમને તેના સહિત તમામ બોલરો પાસેથી સારા પ્રદૃર્શનની અપેક્ષા રહેશે.
ભારતીય ટીમે અત્યાર સુધી જે રીતે પ્રદૃર્શન કર્યું છે તેને ધ્યાનમાં રાખીને ફાઇનલમાં પ્લેઇંગ-૧૧માં મોટા ફેરફારની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે. જોકે, અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ પર રહેશે. ખેલાડીઓની તાજેતરની ફિટનેસ, મેદૃાનની સ્થિતિ અને ટીમની જરૂરિયાત મુજબ ફેરફાર થઈ શકે છે.શ્રીલંકાએ પણ સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ