પાંચ ઓવરની મેચમાં ભારતીય ટીમ ચાર વિકેટે માત્ર ૩૨ રન જ બનાવી શકી
ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક મેચનો રોમાંચક અંત આવ્યો. આ મેચને રોમાંચક બનાવવામાં પીચના મિજાજથી લઈને ખેલાડીઓના પ્રદૃર્શન સુધી, તમામ બાબતોનું યોગદૃાન રહૃાું. પરંતુ, સૌથી મોટી ભૂમિકા એ હાઈ-વોલ્ટેજ ડ્રામાની રહી, જે જાપાનની ઈિંનગ્સની છેલ્લી ઓવરમાં જોવા મળ્યો હતો. આ મુકાબલો ભારત-જાપાનના કૂટનીતિક સંબંધોના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રમાઈ રહૃાો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ માત્ર ૨ રનથી જીત નોંધાવી હતી. પરંતુ, એ ૨ રનની જીત માટે પણ ભારતીય ટીમને આકરી મહેનત કરવી પડી હતી. આ માટે મેદૃાન પર પ્રદૃર્શન કરવાથી લઈને અમ્પાયર સાથે ચકમક સુધી, ભારતીય ખેલાડીઓએ બધું જ કર્યું.
ભારત અને જાપાન વચ્ચે રમાયેલો ટી૨૦ મુકાબલો અપેક્ષા કરતાં ક્યાંય વધુ રોમાંચક સાબિત થયો. વરસાદૃના કારણે ૫ ઓવરની કરવામાં આવેલી આ ટૂંકી મેચમાં ભારતે પ્રથમ બેિંટગ કરતા માત્ર ૩૨ રન બનાવ્યા હતા. જવાબમાં મેદૃાને ઉતરેલી જાપાનની ટીમે ભારતને પરસેવો છોડાવી દૃીધો અને મુકાબલો છેલ્લી ઓવર સુધી પહોંચી ગયો. આ જ છેલ્લી ઓવરમાં એવો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, જેણે મેદૃાન પર બેઠેલા દૃરેક વ્યક્તિના ધબકારા વધારી દૃીધા. મામલો મેચની સૌથી તણાવપૂર્ણ ક્ષણો એટલે કે છેલ્લી ઓવરનો છે. જાપાનને જીતવા માટે થોડા જ રનની જરૂર હતી અને મેદૃાન પર ભારે દૃબાણ હતું. અક્ષર પટેલ બોિંલગ કરી રહૃાો હતો. આ દૃરમિયાન અમ્પાયર ક્રિસ થર્ગેટે અક્ષરના એક બોલને વાઈડ જાહેર કરી દૃીધો.
સતત વાઈડ બોલ પહેલેથી જ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી રહૃાા હતા, એવામાં અમ્પાયરનો આ નિર્ણય જોઈને બોલર અક્ષર પટેલ ખૂબ જ નિરાશ થઈ ગયો. વાત અહી જ પૂરી ન થઈ. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાનો કાબુ ગુમાવ્યો અને તરત જ અમ્પાયર પાસે પહોંચી ગયો. ટીવી પર સ્પષ્ટ જોઈ શકાતું હતું કે શ્રેયસ અય્યર અમ્પાયરના આ નિર્ણયથી કેટલો ગુસ્સામાં હતો અને તેણે ઘણા આક્રમક અંદૃાજમાં પોતાની નારાજગી વ્યક્ત કરી. મેચના આ નાજુક વળાંક પર એક વધારાનો રન આપવો ભારતને ભારે પડી શકતો હતો અને અય્યરનો ગુસ્સો આ જ વાતને લઈને હતો. ભારતીય કેપ્ટનના ગુસ્સા અને ખેલાડીઓના દૃબાણને જોતા મેદૃાની અમ્પાયરો ક્રિસ થર્ગેટ અને ક્રિસ બ્રાઉને અંદૃરોઅંદૃર ચર્ચા કરી. ત્યારબાદૃ એક મોટો નાટકીય વળાંક આવ્યો અને અમ્પાયરોએ પોતાનો નિર્ણય બદૃલીને તે બોલને માન્ય જાહેર કરી દૃીધો. આ યુ-ટર્નથી મેચમાં જબરદૃસ્ત વળાંક આવી ગયો.
હાઈ વૉલ્ટેજ ડ્રામા પછી ભારતીય ટીમે પોતાની માનસિક સ્થિતિ મજબૂત રાખી, આ રોમાંચક અને રસાકસીભર્યા મુકાબલામાં આખરે ૨ રનથી જીત નોંધાવી લીધી. ૫ ઓવરની આ મેચમાં ભારતે ૩૨/૪ નો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં જાપાનની ટીમ ૩૦/૩ રન જ બનાવી શકી.
