ચંદ્રરાજ રાઠોડ, રક્ષિત મહેતા મચાવશે ધમાલ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની સિદ્ધિમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને રેસ્ટ ઓફ ઈન્ડિયા અંડર-23ની ટીમમાં સ્થાન મળ્યું છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા હર હંમેશા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા તેમજ સારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્રના બે કેલાડી મોહિત ઉલ્વા અને આર્યન સવસાણીની ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અંડર-19 યુથની મેચમાં ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું હતું આ ત્રણ વન ડે મેચની સીરીઝમાં સૌરાષ્ટ્રના બંને ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ભારત-ઓસ્ટ્રેલિયા અંડર-19 ની અંતિમ યુથ વન ડે મેચમાં સૌરાષ્ટ્રના મોહિત ઉલ્વાએ ઓસ્ટ્રેલિયાની વિકેટ ખેરવી હતી જ્યારે અંતિમ મેચમાં ડેબ્યુ કરનાર આર્યન સવસાણીએ ઓસ્ટ્રેલિયાની એક વિકેટ ખેરવી હતી આમ સૌરાષ્ટ્રના બંને ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું.
તો બીજી તરફ સૌરાષ્ટ્રના વધુ બે ક્રિકેટરોની રેસ્ટ ઓેફ ઈન્ડિયા અંડર-23ની ટીમમાં પસંદગી થતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ખુશીનો માહોલ છવાયો છે.
ક્રિકેટર ચંદ્રરાજ રાઠોડના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ખેલાડીઓને વર્લ્ડની બેસ્ટ સુવિધાઓ પુરી પાડવામાં
આવી રહી છે. ખાસ કરીને બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સીલના મેમ્બર શ્રી જયદેવભાઈ શાહ દ્વારા ખેલાડીઓને વિશેષ માર્ગદર્શન આપીને મોટીવેટ કરવામાં આવે છે.
ક્રિકેટર રક્ષિત મહેતાએ જણાવ્યું હતું કે, ઉત્તમ તક આપવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન, બીસીસીઆઈની અપેક્ષ કાઉન્સીલના મેમ્બર શ્રી જયદેવભાઈ શાહ તથા શ્રી નિરંજનભાઈ શાહનો આભાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ખેલાડીઓને સારુ વાતાવરણ આપવામાં આવી રહ્યું છે.
