Jai Hind

આઇસીસી વનડે વર્લ્ડ કપ ૨૦૨૭નું શિડ્યૂલ જાહેર:૧૦ ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન ટકરાશે

૭ ઑક્ટોબરે કાંગારૂઓ સામે ટીમ ઇન્ડિયાની પહેલી મેચ

આઇસીસી દ્વારા સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૭’નું સંપૂર્ણ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દૃેવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ ૨ ઑક્ટોબરથી શરૂ થશે અને ૨૧ નવેમ્બરના રોજ જોહાનિસબર્ગ ખાતે રમાનારી ફાઇનલ મેચ સાથે સમાપ્ત થશે.
વિશ્ર્વભરના કરોડો ક્રિકેટ ચાહકો જે હાઇ-વોલ્ટેજ મેચની રાહ જોઈ રહૃાા છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવાર, ૧૦ ઑક્ટોબરે જોહાનિસબર્ગના ઐતિહાસિક મેદૃાન પર રમાશે.
ટીમ ઇન્ડિયાનું અભિયાન: ૭ ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ
ગ્રૂપ-છમાં સામેલ ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ગુરુવાર, ૭ ઑક્ટોબરે કેપ ટાઉન ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ધમાકેદૃાર મેચ સાથે કરશે.
ટીમ ઇન્ડિયાની ગ્રૂપ સ્ટેજની મેચોનું શિડ્યૂલ:
૭ ઑક્ટોબર (ગુરુવાર): વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (સ્થળ: કેપ ટાઉન)
૧૦ ઑક્ટોબર (રવિવાર): વિરુદ્ધ પાકિસ્તાન (સ્થળ: જોહાનિસબર્ગ)
૧૪ ઑક્ટોબર (ગુરુવાર): વિરુદ્ધ અફઘાનિસ્તાન (સ્થળ: ત્શ્ર્વાને )
૧૭ ઑક્ટોબર (રવિવાર): વિરુદ્ધ ક્વોલિફાયર-છ (સ્થળ: બ્લોમફોન્ટેન)
૨૪ ઑક્ટોબર (રવિવાર): વિરુદ્ધ ઝિમ્બાબ્વે (સ્થળ: વિક્ટોરિયા ફોલ્સ)
ટૂર્નામેન્ટનું માળખું અને મહત્વની તારીખો
શરૂઆત: ટૂર્નામેન્ટની શરૂઆત ૨ ઑક્ટોબરે વિન્ડહોક ખાતે ક્વોલિફાયર મેચોથી થશે.
સુપર સિક્સ / બીજા રાઉન્ડની મેચો: ગ્રૂપ સ્ટેજ બાદૃ ૨૫ ઑક્ટોબરથી ૧૪ નવેમ્બર દૃરમિયાન આગળના રાઉન્ડના મુકાબલા રમાશે.
સેમિફાઇનલ ૧: બુધવાર, ૧૭ નવેમ્બર (સ્થળ: કેપ ટાઉન)
સેમિફાઇનલ ૨: ગુરુવાર, ૧૮ નવેમ્બર (સ્થળ: ત્શ્ર્વાને)
ગ્રાન્ડ ફાઇનલ: રવિવાર, ૨૧ નવેમ્બર (સ્થળ: જોહાનિસબર્ગ)
આ વર્લ્ડ કપ દૃક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, કેપ ટાઉન, ડરબન, બ્લોમફોન્ટેન, ગ્કેબરહા ઉપરાંત ઝિમ્બાબ્વેના હરારે, બુલાવાયો, વિક્ટોરિયા ફોલ્સ તેમજ નામિબિયાના વિન્ડહોક સહિતના અદૃભુત સ્ટેડિયમ્સમાં રમાશે. ૨૦૨૭ના આ મહાકુંભમાં તમામ દિૃગ્ગજ ટીમો ટ્રોફી કબજે કરવા આમને-સામને ટકરાશે