Jai Hind

ગજેરા કેમ્પસના બે યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ અમરેલીનું નામ રોશન કર્યું

વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

અમરેલી વિદ્યાસભા સંચાલિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ ગજેરા કેમ્પસની સ્કૂલના પ્રતિભાશાળી ખેલાડીઓએ રમત ગમત ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી બે યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ અમરેલીનું નામ રોશન કરતા બંને ખેલાડીઓની આ સિદ્ધિ બદલ અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગોવા ખાતે યોજાયેલી 37વિં ઠયતિં ણજ્ઞક્ષય ઉીંક્ષશજ્ઞિ અવિંહયશિંભત ઈવફળાશજ્ઞક્ષતવશા-2026માં ગજેરા કેમ્પસના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ સ્પર્ધામાં નકુમ માર્ગી (ઞ-18)એ 400 મીટરની દોડમાં 1:01 સેક્ધડનો સમય નોંધાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે વાઘેલા કિશન (અંડર-14) એ ઝશિફવિંહજ્ઞક્ષ-અ ઇવેન્ટમાં 1913 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.
બંને ખેલાડીઓની આ સિદ્ધિ બદલ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા કલેક્ટરે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. અમરેલી જિલ્લાની ધરતી પરથી આગળ વધી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપતા આ ખેલાડીઓ ભવિષ્યમાં પણ વધુ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અમરેલી જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે વધુ ગૌરવભેર રોશન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.