Jai Hind

PM મોદીએ એશિયન ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓનું સન્માન કર્યું: હોકી ટીમોએ વડાપ્રધાનને જર્સી ભેટ આપી

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે જાપાનના આઈચી-નાગોયામાં આયોજિત એશિયન ગેમ્સ 2026ના ભારતીય મેડલ વિજેતાઓ સાથે વિશેષ મુલાકાત કરી હતી.

એશિયન ગેમ્સ 2026માં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન

ભારતે આ વખતે 301 ખેલાડીઓની ટુકડી સાથે કુલ 85 મેડલ (21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ) જીતીને મેડલ ટેલીમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું છે.

ખેલાડીઓને વડાપ્રધાનનું સંબોધન

વડાપ્રધાને જણાવ્યું કે, “મેડલ જીતવો એ માત્ર એક સંખ્યા નથી પરંતુ નવા ભારતનું શક્તિશાળી ચિત્ર છે.” તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષથી દેશમાં રમતગમતની સંસ્કૃતિ વિકસાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે, જેના કારણે ભારત હવે તમામ રમતોમાં સફળતાપૂર્વક ભાગ લઈને મેડલ મેળવી રહ્યું છે. મુલાકાત દરમિયાન પુરુષ અને મહિલા હોકી ટીમોએ વડાપ્રધાન મોદીને વિશેષ જર્સી ભેટ આપી હતી.