ટેબલ ટેનિસની રમતમાં અદભુત કૌશલ્ય દાખવતો રાજકોટનો 13 વર્ષીય દેવ ભટ્ટ

દેવે વડોદરામાં ઠઝઝ યૂથ ક્ધટેન્ડર ઈન્ટરનેશનલ ઞ-13માં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું

ટેબલ ટેનિસના રેકેટથી એવા સટાક-ફટાક શોટ્સ ફટકારે કે સામે પક્ષે રમનારો ખેલાડી જ નહીં, પણ દર્શકો પણ દંગ રહી જાય!
આધુનિક સમયમાં જ્યારે યુવાનો મોબાઈલ કે સોશિયલ મીડિયા પાછળ સમય વિતાવતા હોય છે, ત્યારે રાજકોટના માત્ર 13 વર્ષના ટેબલ ટેનિસ ખેલાડી દેવ ભટ્ટની સફળતા દેશના યુવાધન માટે પ્રેરણાદાયી બની રહી છે.
છેલ્લા છ વર્ષથી ટેબલ ટેનિસ રમતા દેવે સખત મહેનત, શિસ્ત અને કોચના માર્ગદર્શનથી રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સિદ્ધિઓ મેળવી છે. તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી ઠઝઝ યૂથ ક્ધટેન્ડર ઈન્ટરનેશનલ ઞ-13 સ્પર્ધામાં તેણે ગોલ્ડ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય કક્ષાની ઝઝઋઈં ટુર્નામેન્ટમાં ઞ-15 વર્ગમાં મેડલ તથા ગુજરાત રાજ્યની વિવિધ સ્ટેટ રેન્કિંગ સ્પર્ધાઓમાં તે ચેમ્પિયન બન્યો છે.
ખેલાડીઓ માટે સરકારના સહયોગ વિશે વાત કરતા દેવ જણાવે છે કે, દરેક ખેલાડી માટે સરકારનો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ, ખેલો ઈન્ડિયા જેવી યોજનાઓ ખેલાડીઓને રમવા માટે પ્રેરણા આપે છે. સરકાર તરફથી મળતી સહાયથી ખેલાડીઓને મોટો ફાયદો થાય છે. સરકાર આપણને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારી ફેસિલિટીઝ પૂરી પાડે છે. દેવ વધુ જણાવે છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ તેમને સ્ટાઈપેન્ડ મળે છે. સખત પરિશ્રમ, અડગ વિશ્વાસ અને સરકાર તરફથી મળતા યોગ્ય પ્રોત્સાહનથી 13 વર્ષની નાની વયે દેવ ભટ્ટે સફળતાના શિખરો સર કર્યા છે. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું નામ રોશન કરવાનો દ્રઢ સંકલ્પ ધરાવતો આ યુવા ચેમ્પિયન રમતગમત જગતમાં રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ