વેલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયાના નવા કીર્તિમાન
વેલિંગ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચોની ટી૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય ટીમે નવો ઇતિહાસ રચી દૃીધો છે. ટોસ હારીને પ્રથમ બેિંટગ કરતા ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૯૮ રન બનાવ્યા હતા. આ મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે બેિંટગ ક્રમમાં મોટો ફેરફાર કરીને અભિષેક શર્મા સાથે વૈભવ સૂર્યવંશીને ઓપિંનગમાં મોકલ્યા હતા. મેદૃાન પર આવતાની સાથે જ આ બંને બેટ્સમેનોએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને મેચમાં નવા કીર્તિમાનો સ્થાપિત કરી દૃીધા હતા.ભારતીય ટીમે આક્રમક બેિંટગના દૃમ પર માત્ર ૫ ઓવરમાં ૧૦૦ રન પૂરા કરી લીધા હતા. ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઝડપી ૧૦૦ રન બનાવવાનો આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ વૈશ્ર્વિક રેકોર્ડ રોમાનિયાની ટીમના નામે હતો, જેમણે ૨૦૨૧માં સર્બિયા સામે ૫.૨ ઓવરમાં ૧૦૦ રન બનાવ્યા હતા. જ્યારે ક્રિકેટ જગતના મુખ્ય પૂર્ણ સભ્ય દૃેશોમાં આ રેકોર્ડ દૃક્ષિણ આફ્રિકાના નામે નોંધાયેલો હતો, જેમણે ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા સામે ૫.૩ ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
