ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરો છવાયા
અર્શદૃીપને ચાર, બ્રારને ત્રણ અને કંબોજને બે વિકેટ:કોહલીની ફીફટી
ઓકલેન્ડ ખાતે રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદૃાર પ્રદૃર્શન કરતા ન્યૂઝીલેન્ડ સામે ૫ વિકેટે વિજય મેળવ્યો છે. પ્રથમ બેિંટગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ ૪૦.૨ ઓવરમાં ૧૮૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વરસાદૃના વિક્ષેપને કારણે ભારતને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન નિયમ મુજબ ૩૨ ઓવરમાં ૧૪૩ રન બનાવવાનો સુધારેલો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે ૨૨.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૪૩ રન કરી ૫૬ બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. શાનદૃાર અને સચોટ બોિંલગ માટે ૧૦ ઓવરમાં ૨૨ રન આપી ૨ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
ટોસ હારીને પ્રથમ બેિંટગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે ૧૧ બોલમાં ૯ રન, ટિમ સેઈફર્ટે ૪૩ બોલમાં ૩૮ રન, હેનરી નિકોલ્સે ૧૧ બોલમાં ૯ રન, ડેરિલ મિશેલે ૪૧ બોલમાં ૨૮ રન અને કેપ્ટન ટોમ લૅથમે ૧૧ બોલમાં ૩ રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે ૫૧ બોલમાં ૩૦ રન, મિચેલ સેંટનરે ૧૬ બોલમાં ૪ રન, નાથન સ્મિથે ૯ બોલમાં ૧ રન અને કાયલ જેમિસને ૬ બોલમાં ૧ રન કર્યા હતા. જેકોબ ડફી ૨૧ બોલમાં ૧૫ રને અણનમ રહૃાો હતો. ૧૧માં ક્રમાંકે આવેલા બ્લેયર ટિકનરે ૨૩ બોલમાં ૩૪ રન ફટકાર્યા હતા. ૧૩ એક્સ્ટ્રા રન સાથે ન્યૂઝીલેન્ડની ટીમ ૪૦.૨ ઓવરમાં ૧૮૫ રને ઓલઆઉટ થઈ હતી.
ભારત તરફથી અર્શદિૃપ િંસહે દૃમદૃાર પ્રદૃર્શન કરીને ૧૦ ઓવરમાં ૭૦ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. અંશુલ કંબોજે ૧૦ ઓવરમાં ૨ મેડન સાથે ૨૨ રન આપી ૨ વિકેટ અને ગુરનૂર બ્રારે ૯.૨ ઓવરમાં ૪૪ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. આકિબ નબીએ ૬ ઓવરમાં ૩૩ રન અને અક્ષર પટેલે ૫ ઓવરમાં ૧૨ રન આપ્યા હતા, બંનેને કોઈ વિકેટ મળી ન હતી.
ભારત તરફથી રોહિત શર્મા ૬ બોલમાં ૦ રને આઉટ થયો હતો. કેપ્ટન શુભમન ગિલે ૫૬ બોલમાં ૩૭ રન અને વિરાટ કોહલીએ ૫૧ બોલમાં ૭૪ રન ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે ૧૩ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા જ્યારે અક્ષર પટેલ ૨ બોલમાં ૦ રને આઉટ થયો હતો. કે.એલ. રાહુલ ૫ બોલમાં ૩ રન અને નમન ધીર ૩ બોલમાં ૫ રન બનાવી અણનમ રહૃાા હતા. ભારતે ૯ એક્સ્ટ્રા રન સાથે ૨૨.૪ ઓવરમાં ૫ વિકેટે ૧૪૩ રન કરી મેચ જીતી લીધી હતી.
ન્યૂઝીલેન્ડ માટે જેકોબ ડફીએ ૭ ઓવરમાં ૪૯ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. કાયલ જેમિસને ૭ ઓવરમાં ૩૪ રન આપી ૧ વિકેટ અને નાથન સ્મિથે ૪.૪ ઓવરમાં ૨૧ રન આપી ૧ વિકેટ લીધી હતી. બ્લેયર ટિકનરે ૪ ઓવરમાં ૩૮ રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી ન હતી. ભારતે વન-ડે સીરિઝની પાંચ મેચોમાંથી ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી વન-ડે મેચ શનિવાર, ૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ વેિંલગ્ટન ખાતે યોજાશે. ત્યારબાદૃ ત્રીજી વન-ડે મંગળવાર, ૧૦ નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. ચોથી અને પાંચમી વન-ડે મેચ માઉન્ટ મૌંગાનુઇ ખાતે અનુક્રમે શુક્રવાર, ૧૩ નવેમ્બર અને રવિવાર, ૧૫ નવેમ્બરના રોજ રમાશે. આ તમામ વન-ડે મેચો ભારતીય સમય મુજબ સવારે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. વન-ડે શ્રેણી પૂર્ણ થયા બાદૃ ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે, જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ગુરુવાર, ૧૯ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૨૦૨૬ દૃરમિયાન વેિંલગ્ટનમાં યોજાશે.
