ભારત V\S ઇંગ્લેન્ડ આજે પ્રથમ વન-ડે

વનડે સિરીઝ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), લોકેશ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર.

ભારત સામે વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ
ઇયોન મોર્ગન, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોશ બટલર, સેમ કરન, ટોમ કરન, લિયામ લિવિંગસ્ટોન, મેટ પાર્કિસન, આદિલ રાશિદ, જેસન રોય, બેન સ્ટોક્સ, આર ટોપલે, માર્ક વુડ.

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી,તા.22
ઈંગ્લેન્ડ સામે 3 મેચોની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા પુણે પહોંચી ચુકી છે. અહીં એમસીએ સ્ટેડિયમમાં 23થી 39 માર્ચ વચ્ચે મુકાબલા રમાશે. વિરાટ કોહલીની સેના આ વખતે સિરીઝ જીતવાથી વધુ આશા રાખી રહી છે.
ટીમ ઈન્ડિયા આ વખતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન માત્ર વનડે સિરીઝ જીતવા માટે આતૂર છે, પરંતુ અંગ્રેજો પાસેથી 50 ઓવરના ક્રિકેટમાં નંબર-1નો તાજ જીતવાની ફિરાકમાં પણ છે. જો ભારતીય ટીમ આ સિરીઝ 3-0થી જીતે તો તે રેટિંગના મામલામાં ઈંગ્લેન્ડથી આગળ નિકળી જશે કારણ કે ઇયોન મોર્ગનની ટીમના રેટિંગમાં ઘટાડો થશે.
આઈસીસી વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડની ટીમ ટોપ પર છે અને તેના રેટિંગ પોઈન્ટ 123 છે. તો બીજા નંબર પર ટીમ ઈન્ડિયા છે, જેના રેટિંગ પોઈન્ટ 117 છે. ન્યૂઝીલેન્ડના રેટિંગ પોઈન્ટ પર 117 છે અને તે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ચોથા સ્થાને છે.

રિલેટેડ ન્યૂઝ