આઈપીએલ 2021ની આઠમી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે પંજાબને 6 વિકેટે માત આપી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.16
ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ 2021ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 107 રનનો પીછો કરતાં 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સીએસકે માટે રનચેઝમાં મોઇન અલીએ 46 અને ફાફ ડુ પ્લેસીસે 36* રન બનાવ્યા હતા. અગાઉ ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરતી વખતે દિપક ચહરે 4 ઓવરમાં 1 મેડન સહિત 13 રન આપીને 4 વિકેટ લીધી હતી. ચહરના સ્પેલે પાવરપ્લેમાં જ પંજાબની ટીમને મેચની બહાર કરી દીધી હતી.
વન ડાઉન બેટિંગ કરવા આવેલા મોઇન અલીએ 31 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન બનાવ્યા હતા. તે મુરુગન અશ્વિનની બોલિંગમાં મિડવિકેટ પર શાહરૂખના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને ફાફ ડુ પ્લેસીસે બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી.
રનચેઝમાં ઋતુરાજ ગાયકવાડ સ્ટ્રાઇક રોટેટ કરવા ઝઝૂમ્યો હતો. તેણે 16 બોલમાં માત્ર 5 રન કર્યા હતા. તે અર્શદીપ સિંહની બોલિંગમાં પુલ શોટ રમવા જતા બાઉન્ડરી પર દિપક હુડા દ્વારા કેચ આઉટ થયો હતો.
પંજાબ કિંગ્સે આઈપીએલ 2021ની આઠમી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 8 વિકેટે 106 રન કર્યા હતા. પંજાબના ટોપ-5માંથી બે બેટ્સમેન શૂન્ય રને, એક 5 રને અને બે બેટ્સમેન 10 રને આઉટ થઈ ગયા હતા. દિપક ચહરે 4 ઓવરમાં 1 મેડન સહિત 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. દિપક બંને બાજુ બોલને સ્વિંગ કરાવી રહ્યો હતો અને તેની બોલિંગે પ્રથમ 6 ઓવરમાં જ પંજાબને લગભગ મેચની બહાર
કરી દીધું. પંજાબ માટે શાહરુખ
ખાને 36 બોલમાં સર્વાધિક 47 રન કર્યા હતા.
ઝે. રિચાર્ડસન મોઇન અલીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 22 બોલમાં 2 ફોરની મદદથી 15 રન કર્યા હતા.
ક્રિસ ગેલ દિપક ચહરની બોલિંગમાં કવર્સ પર રવીન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. જડ્ડુએ ડાઇવ લગાવીને શાનદાર કેચ કર્યો હતો. ગેલે 10 બોલમાં 2 ફોરની મદદથી 10 રન કર્યા હતા. તે પછી નિકોલસ પૂરન દિપક ચહરની બોલિંગમાં જ ડીપમાં શાર્દુલ ઠાકુર દ્વારા કેચ આઉટ
થયો હતો.
લોકેશ રાહુલે 7 બોલમાં 5 રન કર્યા હતા. તે રવીન્દ્ર જાડેજા દ્વારા રનઆઉટ થયો હતો. ત્રીજી ઓવરના પાંચમા બોલે ગેલે બેકવર્ડ પોઇન્ટના હાથમાં બોલ માર્યો અને સિંગલ લેવાના પ્રયાસમાં રાહુલે પોતાની વિકેટ ગુમાવી. રાહુલ ક્રિઝમાં પહોંચે એ પહેલાં જડ્ડુએ ડાયરેક્ટ થ્રો મારીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.
ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 2021ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ