ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ટીમ કોહલીનો વિરાટ પરાજય

પ્રથમ ઇનિંગ્સમાં 78 રનમાં ખખડી ગયેલી ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં પણ 278માં તંબુ ભેળી થઇ ગઇ

ચેતેશ્વર પુજારા (91), સુકાની વિરાટ કોહલી (55), રોહિત શર્મા (59) અને જાડેજા (30) સિવાય બધા ફેઇલ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) લીડ્સ, તા.28
ચેતેશ્ર્વર પૂજારાના લડાયક્ 91 રન અને સુક્ાની વિરાટ ક્ોહલીની અડધી સદૃી છતાં ભારતીય ટીમે લીડ્સ ખાતેની ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને 76 રનથી પરાજયનો સામનો ક્રવો પડ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 78 રન બનાવ્યા બાદૃ યજમાન ટીમે 432 રનનો જંગી સ્ક્ોર ખડક્યા બાદૃ પ્રવાસી ટીમની બીજી ઈનિંગ્સ 278 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર થઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ ક્રવાનો નિર્ણય ર્ક્યો હતો અને પ્રથમ દૃાવમાં 78 રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 432 રન બનાવ્યા હતા અને 354 રનની વિશાળ લીડ મેળવી હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ રમતના ત્રીજા દિૃવસે 2 વિક્ેટ ગુમાવી 215 રન બનાવ્યા હતા એ સમયે મેચ પાંચમા દિૃવસ પર જશે એવી આશા બંધી હતી. ભારતને બીજા દૃાવમાં ભારતીય ટીમને પહેલો આંચક્ો ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રેગ ઓવરટોને આપ્યો હતો અને તેણે ક્ેએલ રાહુલને 8 રને આઉટ ર્ક્યો હતો. હિટમેન રોહિત શર્માએ બીજા દૃાવમાં શાનદૃાર સંઘર્ષ ર્ક્યો હતો અને 156 બોલમાં 59 રન બનાવ્યા હતા, પરંતુ તે રોબિન્સન દ્વારા લેગ બીફોર આઉટ થયો હતો. પૂજારાએ શાનદૃાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે 91 રનના સ્ક્ોર પર રોબિન્સન દ્વારા લેગ બીફોર આઉટ થયો હતો. ક્ેપ્ટન ક્ોહલીએ 55 રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ રોબિન્સનની બોલ પર રૂટના હાથમાં ઝિલાયો હતો. એન્ડરસને રહાણેને માત્ર 10 રનના સ્ક્ોર પર બટલરના હાથમાં ઝિલાવ્યો હતો. ભારતની છઠ્ઠી વિક્ેટ ઋષભ પંતના રૂપમાં પડી અને તે એક્ રને રોબિનસનના બોલમાં ઓવરટનના હાથમાં ઝિલાયો. મોહમ્મદૃ શમી 6 રન ર્ક્યા બાદૃ મોઈન અલીના બોલ પર આઉટ થયો હતો. આ પછી ઈશાંત શર્મા બે રન બનાવીને રોબિન્સનનો શિક્ાર બન્યો, તે બટલરના હાથમાં ઝિલાયો હતો. રવિન્દ્ર જાડેજા 30 રને ઓવરટોનના બોલે બટલરના હાથમાં ઝિલાયો હતો. મોહમ્મદૃ સિરાજને ઓવરટને બેરિસ્ટોના હાથમાં ઝિલાવીને આઉટ ક્રી ભારત સામે યજમાન ટીમને આસાન વિજયની ભેટ ધરી હતી.
ભારતે ચોથા દિૃવસની રમતની શરૂઆત બે વિક્ેટ 215 રનથી ક્રી હતી પરંતુ ગઈક્ાલનો નોટાઆઉટ બેટસમેન ચેતેશ્ર્વર પૂજારા ભારતને સરસાઈની બહાર લઈ જવામાં સફળ રહે એ પહેલાં રોબિન્શનના બોલમાં એલબીડબલ્યુ આઉટ થતાં ભારતને મોટો આંચક્ો લાગ્યો હતો જોક્ે એ પછી ગઈ ક્ાલે 45 રને રમતમાં રહેલો સુક્ાની વિરાટ ક્ોહલી પણ 55 રન બનાવીને રોબિન્શનના બોલે રૂટના હાથમાં ઝિલાઈ જતાં ભારતની મેચને બચાવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
એ પછી માત્ર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડના બોલર્સને થોડી લડત આપી હતી અને 30 રન બનાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ