5 મી ટેસ્ટ રદ્ : ભારતનો શ્રેણી વિજય સામે અંગ્રેજોનો નવો ‘દાવ’

BCCI ને ECBએ કહ્યું મેચ મોકૂફ ગણો, રદ નહીં. અનુકુળતાએ ફરીથી ખેલાશે

(સ્પોર્ટ્સ સંવાદદાતા)
નવી દિલ્હી તા. 10
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની 5 મી મેચ કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-1 ની લીડ મેળવી લીધી હતી અને ઇતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર હતી, પરંતુ કોરોનાને કારણે હવે થોડો સમય લાગશે. જો કે હજુ આશા છે કે આ મેચ રમાશે.
એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) હવે આ અંગે વાત કરશે અને 5 મી ટેસ્ટ પછી રમાશે. BCCI તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇઈઈઈં અને ઊઈઇ વચ્ચેના મજબૂત સંબંધોને જોતા આ ટેસ્ટ બાદમાં રમાશે અને તેની તારીખો અંગે ચર્ચા કરવામાં આવશે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ( ECB ) એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, ’ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) સાથે ચર્ચા કર્યા પછી, ઊઈઇ એ પુષ્ટિ કરી છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ અહીંથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે યોજાશે. મેચ રદ કરવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’કેમ્પમાં કોરોનાના કેસ વધતા જતા કેસોને કારણે ભારત મેદાનમાં ટીમ ઉતારવામાં અસમર્થ છે. અમે ફેન્સ અને ભાગીદારોની માફી માંગીએ છીએ, અમે જાણીએ છીએ કે આ નિર્ણયથી તેમને કેટલું દુ:ખ થશે. આગામી સમયમાં વધુ માહિતી આપવામાં આવશે.
ગુરુવારે ટેસ્ટમાં ભારતના આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ મળ્યા બાદ BCCI અને ECB વચ્ચે તીવ્ર ચર્ચા થઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા બે દિવસમાં બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે થયેલી વાટાઘાટમાં ભારતના એકથી વધુ ખેલાડીઓને મેદાનમાં ઉતારવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ